Adv

G Adv

Showing posts with label ahmedabad. Show all posts
Showing posts with label ahmedabad. Show all posts

Monday, 19 March 2018

ગોધરામાં ટ્રેન સળગીઃ હિન્દુ વિસ્તારમાં ફિરોજચાચાએ પોતાની દુકાન રોજની જેમ ખોલી અને...

 Deewal Part 34

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ દીવાલ-ભાગ- 34):ઈન્સપેક્ટરે ઘડિયાળ સામે જોયુ રાતના ત્રણ વાગી રહ્યા હતા. ડીસીપીએ તો ઘરેથી ટિફિન મંગાવી જમી લીધુ હતુ પણ જાડેજાના પેટમાં હવે ભુખના કારણે ઉંદરડા દોડી રહ્યા હતા. જાડેજાને વિચાર આવ્યો કે ચાચાના ઘરે પણ તેમની રાહ જોતા હશે. ડીસીપીના ટેબલ ઉપર ચાના ખાલી કપ અને એસટ્રેમાં સિગરેટના ખાલી ઠુઠાઓ પડ્યા હતા. ડીસીપી દર અડધો કલાકે ચા મંગાવતા અને પછી તરત સિગરેટ પી રહ્યા હતા. હજી ડીસીપીએ ફોડ પાડ્યો ન્હોતો કે ચાચાને ક્યા કારણસર બોલાવવામાં આવ્યા છે. છ કલાકની પૂછપરછ પછી પણ ચાચાને ખબર પડવા દીધી ન્હોતી. ડીસીપી બહુ લંબાણપૂર્વક ચાચા સાથે વાત કરી રહ્યા હતા. ફિરોજચાચાએ કહ્યું સાહેબ પહેલા અમે મેઘાણીનગર રહેતા હતા. મારા પિતાજી પણ ત્યાં જ રહેતા હતા. અમને લોકો પીંજારા તરીકે ઓળખે છે. પીંજાર શબ્દ ડીસીપીને ખબર પડ્યો નહીં, તેમણે જાડેજા સામે જોયું. જાડેજાએ કહ્યું સાહેબ આપણે ગાદલા ભરીએ તેની વાત કરે છે, તો પણ ડીસીપીને ખબર પડી નહીં....

Read More - http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-34

Sunday, 18 March 2018

ફિરોજચાચાએ કહ્યું, હૈદરાબાદ સે નસીરૂદ્દીન આયે થે ઉન્હોને કહા જમાત કે લડકે આયેંગે

 Deewal Part 33

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દિવાલ-ભાગ-33): ઈન્સપેક્ટર જાડેજા ફિરોજચાચાને લઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને કારમાંથી તેમને હાથ પકડી નીચે ઉતાર્યા ત્યારે ત્યાં હાજર પોલીસવાળા માની રહ્યા હતા કે કોઈ મોટો શિકાર જાડેજા સાહેબે પકડયો છે. પણ બીજી જ ક્ષણે એવો વિચાર પણ આવતો કે આવો ઘરડો ટેરેરીસ્ટ થોડો હોય. પોલીસ પણ આખરે તો હિન્દુ જ હતી. તરત ત્રીજો વિચાર પણ આવી જતો આ મીયાઓનો કોઈ ભરોસો નહીં. નાનો છોકરો હોય કે ઘરડો આ બધા બહુ કટ્ટર જ હોય છે. જો કે જાડેજાના મનમાં ક્રાઈમ બ્રાન્ચ આવતા ઘણી બધી સ્પષ્ટતા આપમેળે આવવા લાગી હતી. તેમણે કારમાં ફિરોજચાચાને એક પણ પ્રશ્ન પુછ્યો ન્હોતો પણ ચાચાની બાજુમાં બેસી તેમને ચાચા માટે કોઈ નકારાત્મક ભાવ આવતો ન્હોતો. ચાચાને ડીસીપી સિન્હાની ચેમ્બર બહાર બેસાડ્યા અને ડીસીપીના કમાન્ડોને પુછ્યુ સાહેબ શુ કરે છે?

Read more : http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-33

અમદાવાદઃ 1.73 કરોડની જુની રૂ. 1000ની નોટો પકડાઈ, જાણો કેવી રીતે પકડાયા શખ્સો


મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દેશમાં રૂ. 1000 અને રૂ. 500ના દરની જુની નોટો બંધ થયાને વર્ષ વિતિ ગયું છતાં જુની નોટો પકડાવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઘણા એવા કાળા કાર્યોથી કમાણી કરીને નોટો હજુ પણ ફેરબદલ કરતાં ઝડપાઈ રહ્યા છે તેવા સંજોગોમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે રૂ. 1,70,00,000ની જુની નોટો પકડી પાડી છે સાથે જ તે નોટોના આરોપીઓને પણ પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક કાર તેમજ મોબાઈલ પણ જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂ.1.73 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
Read more : http://www.meranews.com/news/view/ahmedabad-police-caught-two-accuse-with-old-currency-worth

Saturday, 17 March 2018

ઈન્સેપક્ટર જાડેજાએ ફિરોજનું નામ પુછ્યુ અને એક વૃદ્ધ વ્યક્તિ દરવાજામાં આવી ઉભી રહી

 Deewal Part 32

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ- ભાગ-32) રાતના આઠ વાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના વાહનો શાહપુર હલીમની ખડકીમાં દાખલ થયા. પોલીસના વાહનો આ વિસ્તારમાં આવે તેનું સ્થાનિક લોકોને કંઈ આશ્ચર્ય ન્હોતુ. આમ પણ અમદાવાદનો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહિયા તો બે સાયકલવાળા અથડાય તો પણ પથ્થર મારો થઈ જાય અને પતંગનો દોરો લૂંટવાની ઘટનાને કારણે પણ કોમી તોફાન થઈ જાય. પહેલા આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમની વસ્તી સરખી હતી. પોળોમાં રહેતા હિન્દુ-મુસ્લિમ સાથે રહેતા હોવા છતાં તેમને બાપે માર્યા વેર હતા. હિન્દુઓ કાયમ એવુ માનતા કે મીયા બહુ ફાટ્યા છે અને મુસ્લિમો માનતા કે ભારત કંઈ ખાલી થોડુ હિન્દુડાઓનું છે, અમારૂ પણ છે. 1969માં અમદાવાદમાં સૌથી મોટા કોમી તોફાન થયા ત્યારે શાહપુરની અનેક પોળો બહાર એસઆરપીનો પોઈન્ટ મુકવામાં આવ્યો હતો તે ચાર દાયકાઓ પછી પણ પોઈન્ટ યથાવત હતો. આમ પણ દરેક પોળમાં એક દાદા અર્થાત ગુંડો રહેતો હતો તેને પકડવા પણ પોલીસ અવારનવાર આવે તેના કારણે પોલીસ આવે તો કોઈ આશ્ચર્ય અથવા ડર લાગે નહીં....

Read More : http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-32

Friday, 16 March 2018

‘જાડેજા હમ સહી સ્પોટ પે આયે હે, બ્લાસ્ટ મેં યહી વાયર ટાઈમર કે સાથ થા’

meranews

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ-ભાગ-31)
ડીસીપી સિન્હાના વોકીટોકી ઉપર આદેશ મળતા એક વાહન એકદમ સાઈડમા જ ઉભુ રહી ગયું. તે વાહન કતારમાંથી બહાર નિકળી ગયુ તે રીર્ઝવ પાર્ટી હતી, તેને મદદ માટે બોલાવવામાં ના આવે ત્યાં સુધી તેમણે અહિયા જ રોકાઈ જવાનું હતું. ડીસીપી સિન્હાની કાર પાછળ બાકીના વાહનો જઈ રહ્યા હતા. રેડી ફોર ઓપરેશનને સંદેશો મળતા ક્યુઆરટી ટીમના જવાનોની આગળી પોતાની આધુનિક રાયફલની ટ્રીગર ઉપર આવી ગઈ હતી. ડીસીપી સિન્હાએ પણ પોતાના હાથમાં નાઈન એમએમ પિસ્તોલ લઈ લીધી હતી. યાકુબનગર એટલે એકદમ ગરીબ મુસ્લિમોની વસ્તી હત,. 2002ના તોફાનમાં આ મુસ્લિમોની તમામ મિલ્કત સળગી ગઈ હતી.....

Read More: http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-31

યાકુબનગર જઈ પોલીસના વાહનો થંભી ગયા, બખ્તરબંધ ગાડીઓમાંથી કમાન્ડોએ ઉતરી પોઝીશન લઈ લીધી - Meranews.com

Meranews.com


પ્રશાંત દયાળ (દિવાલઃ ભાગ-30): ડીસીપી સિન્હા જેસીપી ગૌડને મળી તેમની ઓફિસના પગથીયા ઉતરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયુ કે બધા પોલીસવાળા બુલેટપ્રુફ જાકીટ પહેરી તૈયાર હતા. તેમના ખભા ઉપર એ કે 47 રાયફલો પણ હતી, કવીક રીસ્પોન્સ ટીમ પણ આવી ગઈ હતી, કાળા કપડામાં સજજ કમાન્ડો પાસે આધુનિક હથિયારો સાથે તેઓ પણ પોલીસ સાથે કતારમાં ગોઠવાઈ ગયા, હતા. ડીસીપીને જોતા ઈન્સપેકટર જાડેજા મોટા અવાજે કહ્યું સાવધાન, કમાન્ડો અને પોલીસવાળા સાવધાન થઈ ગયા. ડીસીપી સિન્હા નજીક આવ્યા એટલે જાડેજા સલામ કરી, સિન્હાએ તમામ સામે એક નજર ફેરવી કહ્યું આરામ સે બધા વિશ્રામ થઈ ગયા. સિન્હાએ ઉંડો શ્વાસ લીધો અને કહ્યું દેખો એક ઈન્ફરમેશન હૈ, બ્લાસ્ટ કેસ કે આરોપી અભી ભી અહમદાબાદ મેં હો શકતે હૈ, હમ ઓપરેશન પે જા રહે હે, અગર વો હમે મીલ ગયે તો સરન્ડર કરને કી સંભાવના બહુત કમ હૈ, વો એસોલ્ટ ભી કર શકતે હૈ, હમે ઉસકે લીયે તૈયાર રહેના હોગા. હમે જો ઈન્ફરમેશન મીલી હૈ, વો સિવિલીયન એરીયા હૈ, ઓપરેશન મેં અગર ફાયરીંગ કી નૌબત આતી હૈ તો ધ્યાન રહે કોઈ સિવિલીયન કી કેઝયુલીટી ના હો. મેરે લીયે આપ સભી કિંમતી હૈ, અપની ભી રક્ષા કરે.........દિવાલઃ ભાગ-30

Read More: http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-30

Monday, 10 April 2017

નિઝામ બેટા અબ જમાના તુજે જીને ભી નહીં દેગા ઓર મરને ભી નહીં દેગા

Shatranj Political Encounters Unveiled Part 19





















પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-19): નિઝામ સત્તર વર્ષનો થયો ત્યાં સુધી સારો મીકેનીક બની ગયો હતો. ગમે તેવી કાર તે રીપેર કરવા લાગ્યો હતો. પાંચ રૂપિયા પગારથી નોકરીની શરૂઆત કરી હતી, પણ હવે તેનો પગાર પંદરસો રૂપિયા થઈ  ગયો હતો. પહેલા કરતા તેનો ગુસ્સો ઓછો થયો હતો, પણ ગુસ્સો આવે ત્યારે શું કરી શકે બેસે તેની તેને જ ખબર પડતી ન્હોતી. બપોરનો સમય હતો, તે દિવસે તે રોજ પ્રમાણે કારનું રીપેરીંગ કરી રહ્યો હતો. તે જ વખતે તેનો એક પડોશી દોડતો દોડતો કહેવા આવ્યો કે રામને કોઈ મારી રહ્યું છે, રામ તેને જીગરજાન દોસ્ત હતો, રામને કોઈ મારી રહ્યું છે, તેવું સાંભળતા જ તેના હાથમાં જે ડીસમીસ હતું તે લઈ દોડયો, તેને શેઠે રોકાઈ જવા માટે બુમ પણ પાડી પણ તે રોકાયા નહીં, ગામની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચાર છોકરાઓ રામને લાકડી લાકડી મારી રહ્યા હતા. રામ જમીન ઉપર પડયો હતો, તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું છતાં પેલા તેને નિર્દયતાપુર્વક મારી રહ્યા હતા. તેણે દુર જ ત્રાડ પાડી પેલા મારી રહેલા છોકરાએ નિઝામને જોતા ત્યાંથી ભાગ્યા પણ જમીન ઉપર પડેલા રામે ભાગી રહેલા એક છોકરાનો પગ પકડી લીધો. તે તેના હાથમાંથી છુટે તે પહેલા રામ ત્યાં પહોંચી ગયો, રામ કઈ સમજે તે પહેલા તો ગુસ્સામાં લાલચોળ થયેલા નિઝામે પોતાના હાથમાં રહેલા ડીસમીસના એક પછી એક પેલા છોકરાના પેટમાં મારવાની શરૂઆત કરી, પેલા છોકરાના પેટમાં જાણે લોહીનો નળ મુકયો હોય તેમ તેનું લોહી નીચે પડેલા રામ ઉપર પડવા લાગ્યું, રામ લોહીથી લથપથ થઈ ગયો, અને પેલો છોકરો પણ ત્યાં જ ઢળી પડયો. 

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-19

નાનકડા નિઝામે કહ્યું ‘મુઝે આપકી તરહ ગરીબ નહીં રહના હૈ’

Shatranj Political Encounters Unveiled Part 18

પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-18): નિઝામે પોતાની જીંદગીની શરૂઆત એક ગેરેજ મિકનીક તરીકે રાજસ્થાનના બાડમેરમાં શરૂ કરી હતી. પાંચ ભાઈઓમાં સૌથી નાનો હતો, તેના ભાગે તો કયારેય સ્કૂલે જવાનો વખત પણ ન્હોતો, રેતાળ પ્રદેશમાં ઉડતી માટીની ડમરીઓ વચ્ચે તેની જીંદગીની શરૂઆત થઈ, તેને પણ ખબર ન્હોતી, આ ડમરીઓ તેની જીંદગીને કયાં લઈ જશે, નાનો હતો ત્યારેથી જીદ્દી અને ગુસ્સાવાળો હતો, તેની ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ, તેના લક્ષણો જોતા પિતાને લાગ્યું કે હવે આને કામે લગાડવો પડશે, તેના પિતા તેને એક પરિચીતના ગેરેજ ઉપર નોકરીએ મુકવા ગયા ત્યારે તેની ઉમંર માત્ર અગીયાર વર્ષની હતી, તે દિવસે તેણે લાલ કલરની ચડ્ડી અને પીળા કલરનું હાફ ઉપબાયનું શર્ટ પહેર્યું હતું, નિઝામને ગેરેજવાળાએ ઉપરથી નીચે સુધી જોયો, તેને લાગ્યું કે આટલુ બટકુ શું કામ કરશે, નિઝામ નાનો હતો, પણ સામેની વ્યકિતની નજર વાંચી શકતો હતો, તેણે તરત ગેરેજવાળાને જવાબ આપ્યો, ‘ચાચા આપ બોલો વો કામ કરૂગા’ તેમ કહી નજીકમાં પડેલા એક કપડાંના ગાભાને લઈ ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી કારને ગાભો મારવા લાગ્યો, અને પછી પિતા અને ગેરેજ માલિક સામે જોતા કહ્યું ‘કૈસે ચમકા દીયાના’ ગેરેજવાળાએ રોજના પાંચ રુપિયાના પગારે નિઝામને રાખી લીધો, થોડા દિવસમાં નિઝામને પણ મઝા પડી ગઈ, તેને મઝા તો કામ કરતા બપોરે શેઠના ઘરેથી આવતા ટીફીનને કારણે પડી ગઈ હતી, તે કામ કરતા કરતા ઘડીયાળ સામે જોયા કરતો, તેને લાગતુ કે કયારે બે વાગે અને શેઠ ટીફીન ખોલે, શેઠ તેને પોતાના ટીફીનમાં જ જમાડતા હતા, ઘણી વખત મીઠાઈ હોય તો કોઈક વખત નિઝામને ભાવતુ ચીકન હોય, જયારે નિઝામ જમતો હોય ત્યારે શેઠ તેને ધ્યાનથી જોતા હતા. જેની નિઝામને ખબર ન્હોતી. નિઝામ પેટ ભરી જમતો, પછી તેના ચહેરા ઉપર જે સંતોષ હોય તે કઈક જુદો જ હોય. 

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો -: http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-18

બેટા, વછરાજાની સાબ કહેતે હે હમ આતંકવાદી હે, જેહાદ કે લીયે હમ ભારત આયે

Shatranj Political Encounters Unveiled Part 17

પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-17); દિવસોની પ્રતિક્ષા પછી એક કોન્સટેબલ જુનેદ પાસે આવ્યો. સવારના અગીયાર વાગ્યા હતા. તેણે જુનેદની હાથકડી ખોલી, જુનેદ તેની સામે આશ્ચર્ય સાથે તેની સામે જોતો રહ્યો. જે હોલમાં જુનેદ તેના દિકરા અને મકસુદ સહિત અન્ય લોકોને રાખવામાં આવ્યા હતા, તે બધા જુનેદ સામે જોઈ રહ્યા, બધાના મનમાં એક પ્રશ્ન હતો. મકસુદના મનમાં ચીંતા પણ હતી, કે તેના પિતાની હાથકડી ખોલી તેના કયાં લઈ જવામાં આવે છે, કારણ કે કોઈ દિવસ કોઈ એકલાને આવી રીતે, હોલમાં લઈ જવામાં આવતા ન્હોતા. કોન્સટેબલે હાથકડી ખોલ્યા પછી જુનેદને ઉભો થવાનો ઈશારો કર્યો, તે મનમાં અનેક શંકા સાથે ઉભો થયો, તેણે કોન્સટેબલ સામે જોયુ, તેના ચહેરા ઉપરના ભાવ જોઈ, કોન્સટેબલ પુછયા વગર કહ્યુ ‘ ડીસીપી સાહેબ પાસે બોલાવે છે’ જુનેદના મનમાં ટાઢક થઈ હાશ હવે મારી વાત તો કોઈ સાંભળશે. બીજી જ ક્ષણે ડર પણ લાગ્યો કે ડીસીપી મારી વાત તો માનશે કે નહીં. અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે કોન્સટેબલની સાથે જુનેદ નીચે ઉતર્યો, ચાલવા થોડી તકલીફ પડતી હતી, કારણ દિવસો સુધી એક જ પોઝીશનમાં બેસી રહેવાને કારણે પગ અકડાઈ ગયા હતા. કોન્સટેબલનું ધ્યાન તેના પગ ઉપર ગયુ, સીડી ઉતરતા કોન્સટેબલે મદદ માટે હાથ લાંબો કર્યો જુનેદ તેનો હાથ પકડી નીચે ઉતરવા લાગ્યો. સીડી પુરી થતાં જ ડાબી તરફ બે ચેમ્બરો હતી, પહેલી એસીપી પરમારની અને તેની સામે ડીસીપી વછરાજાનીની, કોન્સટેબલે દરવાજો ખોલ્યો અને તે બંન્ને અંદર દાખલ થયા. સફેદ શર્ટ પેન્ટમાં વછરાજાની એકદમ ફ્રેશ મુડમાં બેઠા હતા, જુનેદે પહેલી વખત વછરાજાનીને જોયા હતા.

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો : http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-17

મંત્રી-IPS વચ્ચે એન્કાઉન્ટર મામલે થઈ સરકિટ હાઉસમાં બેઠકઃ ‘કામ મુશ્કીલ હે... કરના ચાહોગે?’

Shatranj Political Encounters Unveiled Part 16
પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-16): બીજી તરફ એટીએસમાં બેઠેલા ઈન્દ્રસિંહના મનમાં એક જોરદાર પ્લાનીંગ ચાલી રહ્યું હતું, તે છેલ્લાં પંદર દિવસથી તેમના ટેબલ ઉપર પડેલા પાંચ ફોનમાં રીંગ વાગે એટલે તે ઉપાડી મીનીટો સુધી સાંભળળતા હતા, તે કંઈ પણ બોલતા ન્હોતા, ઈન્દ્રસિંહ જે સાંભળી રહ્યા હતા તેને પોલીસની ભાષામાં ફોન ઈન્ટ્રસેપ્શન કહેવાય પોલીસ અધિકારી ધારે તેના નંબર મોબાઈલ નંબર ઈન્ટસેપ્શનનમાં મુકી શકતા હતા, બીજા શબ્દોમાં કહીએ તો તે ફોન આતરીને થતી વાતચીત સાંભળી રહ્યા હતા, કયારેક કયારેક તેમના ચહેરા ઉપરનો ભાવ ફોન ઉપર થઈ રહેલી વાતચીતો સાંભળી બદલાઈ જતો, સાંજે તેમણે આ મુદ્દે મંત્રી અમર ઠાકોરને મળવાનો નિર્ણય કર્યો, જે અંગે તેમની સાથે વાતચીત થઈ ગઈ હતી અને તેમણે છ વાગે જુના સરકિટ હાઉસ આવવાની સુચના આપી હતી. ઈન્દ્રસિંહ જાડેજા જે તરફ પુરી વાતને લઈ જવા માગતા હતા, તેની કોઈ કલ્પના ન્હોતી, આવનાર વર્ષોમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાના હતા. 

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-16

Thursday, 6 April 2017

અમદાવાદમાં આતંકવાદીઓના એન્કાઉન્ટર થયા, બીજા દિવસે મંત્રીની ચા બગડી

Shatranj Political Encounters Unveiled Part 15


પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-15): પત્રકાર આદેશની સવાર થઈ ન્હોતી, આમ તો તે રોજ સવારે વહેલો ઉઠી જતો હતો, પણ આજે સાત થવા આવ્યા હતા છતાં તે પથારીમાં જ હતો, તેના મોબાઈલની રીંગ વાગી પણ તેણે ઉપાડવાને બદલે તે પાછું પડખું ફેરવી લીધું, રીંગ વાગી અને બંધ થઈ પાછી રીંગ વાગી અને તેણે બારીમાંથી આવતા સુર્યના પ્રકાશને આધારે કેટલાં વાગ્યા હશે તેનો જીણી આંખે અંદાજ મેળવવાનો પ્રયત્ન કર્યો અને સામે છેડે સાથી પત્રકાર મોહન હતો, તેણે ઉંચા અવાજે કહ્યુ ‘ હજી ઉંઘે છે જલદી ઉઠ એન્કાઉન્ટર થયા છે’ આદેશ પથારીમાં બેઠો થઈ ગયો, મોહને કહ્યું ‘નારોલની જમના ટેનામેન્ટમાં ચાર કાશ્મીરી ત્રાસવાદીઓ રોકાયા હતા, તેમનું એન્કાઉન્ટર થયું છે.’ આદેશ ઉઠયો તરત બ્રશ લીધુ અને કામ પતાવી તે સીધો પોતાની મોટર સાયકલ લઈ નારોલ જવા રવાના થયો. રસ્તામાં ફરી એક વખત તેના મનમાં વિચારો દોડવા લાગ્યા.  ત્રાસવાદીઓ કેમ આવ્યા હશે, શું ઈરાદો હશે, કે પછી કોઈ ગુંડાઓને ત્રાસવાદી બતાડી મારી નાખ્યા હશે? ક્રાઈમ રીપોર્ટીંગ કરતા કરતા આદેશને તમામ વાતો ઉપર શંકા કરવાવની ટેવ પડી હતી. 

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-15

પેલા જલ્લાદોએ ગોધરા સ્ટેશન ઉપર નિર્દોષ હિન્દુઓને સળગાવી મુક્યા જેની કિમંત અમે ચુકવી

 Shatranj Political Encounters Unveiled Part 14


















પ્રશાંત દયાળ (શતરંજ:પ્રકરણ-14): જુનેદ-મકસુદ, જાહીદ અને મુઝબીલને ક્રાઈમ બ્રાન્ચમાં લાવ્યાને પંદર દિવસ થઈ ગયા હતા. હજી સુધી તેમને વિનય તોમર કે અન્ય કોઈ અધિકારીએ કોઈ પ્રશ્ન પુછ્યો જ ન્હોતો. પંદર પંદર દિવસ સુધી તેમને કેમ ક્રાઈમ બ્રાન્ચમાં બેસાડી રાખ્યા છે તેની જુનેદ ખુદને ખબર પડતી ન્હોતી. તે રોજ જ્યારે પણ તક મળે ત્યારે ઈન્સપેક્ટર વિનયને સવાલ પુછતો તો વિનય જવાબ વાત આપતો વછરાજાની સાહેબ જ તમારી સાથે કરશે. જુનેદને કયાં ગુનામાં પકડયો છે, તેની જાણકારી લેવા માટે તેમના વકિલો પણ આવી ગયા હતા, પણ તેમને વિનયે તેમને સમજાવી દીધા હતા કે મામલો ગંભીર છે, અને જુનેદ દેશદ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયો હોવાની વાત છે. તેથી આ મામલે ઉતાવળ કરવા જેવી નથી, બની શકે કે કોઈ પુરાવા ના મળે તો તેમને છોડી પણ મુકીશુ, પણ જો તમે તમારા અસીલ માટે હેબીર્યસ કરી દેશો તો ના છુટકે અમારે તેમને એરેસ્ટ બતાડી દેવા પડશે. વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચ સાથે કામ કરી ચુકેલા વકીલ પણ સમજી ગયા હતા, ક્રાઈમ બ્રાન્ચ કઈ હદ સુધી ખોટુ કરી શકે છે તેવા કિસ્સામાં હમણાં પોલીસ સાથે બગાડી કોર્ટમાં જવાનો અર્થ છે કે જુનેદ અને તેના દિકરા સહિત બધાને જેલમાં મોકલી આપવા. 

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-14

Tuesday, 4 April 2017

રાતના 8 વાગ્યે મંત્રીઓના નિવાસસ્થાનનાં ગેટ ઉપર એક ઔડી કાર આવી ઉભી રહી

Shatranj Political Encounters Unveiled Part 13





















પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-13): મુખ્યમંત્રી ગોવીંદરાય મહેતા સવારથી ગુસ્સામાં હતા.  સવારે કેબિનેટ મીટિંગમાં તેમને મુડ સારો ન્હોતો.  ત્યાર બાદ કેટલી ચર્ચા કરવા આવેલા આઈએએસ અધિકારીઓને પણ તેમણે ખખડાવી નાખ્યા હતા. સીએમ ઓફિસમાં બધાની વચ્ચે મુખ્યમંત્રીના ગુસ્સાની જ ચર્ચા હતી. જો કે કારણની કોઈને ખબર ન્હોતી, મુખ્યમંત્રીના અંગત સચિવ તોરલ મહેતાએ મંત્રી અમર ઠાકોરને ત્રણ વખત ફોન કર્યો હતો પણ તેમને ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઠાકોર દિલ્હી ગયા હતા, ત્યાંથી પરત ફરી રહ્યા હતા, ચોથી વખત તોરલે પ્રયત્ન કર્યો ત્યારે અમર ઠાકોર સાથે સંપર્ક થયો તેણે મુખ્યમંત્રી યાદ કરે છે તેવુ સુચના આપી સાથે જ તેમનો ફોન કોલ્સ સીએમને ટ્રાન્ફર કરી આપ્યો, અર્ધો કલાકમાં જ અમર અમદાવાદ એરપોર્ટ  ઉપર લેન્ડ થયા હતા, તેમની સરકારી કારની સાથે પાઈલોટ અને એસકોર્ટ કાર હાજર હતી. એરપોર્ટ ઉપરથી અમર ઠાકોર સીધા ગાંધીનગર સચિવાયલ જવા રવાના થયા, રસ્તામાં તેમને ફોન સતત ચાલુ હતા, ટાલ પડી ગઈ હોવાને કારણે વિશાળ કપાળ ઉપર થતો પરસેવો લુંછતા હતા. ડ્રાઈવરનું ધ્યાન જતા તેણે તરત એસીની સ્પીડ વધારી. 


વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-13

Monday, 3 April 2017

તોમરે એકની છાતી પર પિસ્તોલ મૂકી કહ્યું ‘ગોલી માર દુંગા ચાલાકી મત કરના’

Shatranj Political Encounters Unveiled Part 12




















પ્રશાંત દયાળ (પ્રકરણ-12): જીપ ચાર રસ્તા ઉપર આવતા વિનયે ડ્રાઈવરને જમણી તરફના રસ્તે જીપ લઈ જવા માટે સુચના આપી, હેડ લાઈટ બંધ કરાવી જીપ ધીમી ગતીએ આગળ વધી રહી હતી, મોટા ભાગના લોકો ઘરમાં સુવા માટે જતા રહ્યા હતા, કેટલાક ઘરોમાં  હજી લાઈટ સળગી રહી હતી, ગલીમાં બંન્ને તરફ મકાનો અને વચ્ચે દુકાનો હતી, બંધ હતી પણ તેની બહાર કયાંક કયાંક યુવાનો બાઈક પાર્ક કરી ગપ્પા મારી રહ્યા હતા, જો કે પોલીસના વાહનો જોતા કઈ પણ બોલ્યા વગર કીક મારી નિકળી જતા હતા, રસ્તે જતી એકલ દોકલ વ્યક્તિ પોલીસના વાહનોને કુતુહલવશ જોઈ રહી હતી. ઈન્સપેકટર વિનય તોમરને બાદ કરતા આખી ટીમ ઓપરેશનથી અજાણ હતી, કમાન્ડોને તો સુચનાનો અમલ કરવાનો હતો, તેઓના તમામના હાથમાં ઓટોમેટીક રાયફલ અને શરીર ઉપર બુલેટપ્રુફ જાકીટ હતા, તેમની ચકોર આંખો ચારે તરફ ફરી હતી, જે તેમની ટ્રેનીંગનો જ એક ભાગ હતી. ગલીમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા પછી અંધારામાં એક કાર નજરે પડી વિનયે ડ્રાઈવરને ડીપર મારવાની સુચના આપી. લાઈટ થતાં બ્લેક કલરની વરના કાર નજરે પડી, એક સો મીટર દુર બંધ કરી વાહનો થભી ગયા, વિનયે ઓછામાં ઓછા શબ્દોમાં વાત શરૂ કરી કમાન્ડો નીચે આવી ગયા, હતા, કાર પડી હતી તે મકાનને ઘેરી લેવાની સુચના આપી, કમાન્ડો પોતાના જમણા હાથની પહેલી આંગળી ટ્રીગર ઉપર મુકી પહેલા એક કમાન્ડો ઝડપી પગલે ઘરના મુખ્ય દરવાજા સુધી ગયો અને પોઝીશન લઈ ગોઠવાઈ ગયો. બાદમાં તેણે બીજા કમાન્ડોને ઈશારો કયોઁ અને તે પણ ધીમે દોડતા ઘરની બંધ બારી પાસે પોઝિશન લઈ ઊભો રહ્યો એક પછી એક કમાન્ડોએ પોતાની જગ્યા લઈ લીધી હતી, તે આવનારી તમામ પરિસ્થિતિ માટે તૈયાર હતા. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-12

‘જુઓ જુહાપુરા છે, ક્યાંક કોમ્યુનલ ના થઈ જાય તેની તકેદારી રાખજો’

Shatranj Political Encounters Unveiled Part 11      
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-11): સવારથી જહાંગીર ક્રાઈમ બ્રાન્ચના દરવાજા પાસે હતો. તેણે આવતા પહેલા ઇન્સપેક્ટર વિનય તોમર સાથે વાત કરી લીધી હતી. તેમણે તેને કહ્યું હતું કે પહોંચુ છે, પણ તે હજી આવ્યા ન્હોતા. જહાંગીર પોલીસનો જુનો બાતમીદાર હોવાને કારણે ઘણા પોલીસવાળા તેને ઓળખતા હતા, જેના કારણે આવતા જતા મોટા ભાગના પોલીસવાળા તેને જોઈ આશ્ચર્યથી કેમ આવ્યો છે તેની પૃચ્છા કરતા હતાં. તે દરેકને એક સરખા જ જવાબ આપતો હતો ‘સાબને બુલાયા હે’ જો કે ક્યા સાહેબને મળવા આવ્યો છે તેનો તે ફોડ પાડતો ન્હોતો. લગભગ એકાદ કલાક પછી વિનયની એન્ટ્રી થઈ, જીપમાંથી ઉતરતા જ વિનયે જહાંગીરને જોયો હતો, તે જીપમાંથી ઉતરી સીધો ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયો અને તે જ વખતે ત્યાં હાજર સંત્રીને જહાંગીર તરફ ઈશારો કરતા તેને અંદર આવવા દેવાની સુચના પણ આપી. જહાંગીર પાછળ પાછળ ચાલવા લાગ્યો, ઓફિસમાં દાખલ થતાં વિનયે પોતાની પેન્ટ અને ટીશર્ટમાં પીઠ પાસે રાખેલી પોતાના નાઈન એમએમ પિસ્તોલ કાઢી ટેબલના ડ્રોઓરમાં મુકી વિનય અને મહેશ બંન્ને આ રીતે જ પોતાની પિસ્તોલ પાછળ તરફ રાખતા હતા. કદાચ તેમણે પહેલી વખત ડીસીપી ઈન્દ્રસિંહ જાડેજાને આ રીતે વેપન રાખતા જોયા હતા, જેના કારણે અનાયાસે તેમને પણ બીજા કરતા જુદી રીતે એટલે કે પેન્ટમાં પાછળ પીઠ પાસે વેપન રાખવાની આદત પડી હતી, ડીસીપી ઈન્દ્રસિંહ હાલમાં ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડના ડીસીપી હતાં. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-11

સર દો મહિને બાદ રથયાત્રા હે, લંબા અરસા હો ગયા કોઈ કામ હુવા નહીં

Shatranj Political Encounters Unveiled Part 10   

પ્રશાંત દયાળ (શતરંજ:પ્રકરણ-10): અબ્દુલની એન્કાઉન્ટરની ઘટનાને બે મહિના થઈ ગયા હતાં. નેશનલ હ્યુમન રાઈટસના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતાં. તેમની સાથે રજીયાની મુલાકાત થઈ ગઈ હતી. જો કે બધાને આશ્ચર્ય વચ્ચે રજીયાએ પોલીસ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોવાને ઈન્કાર કરી દીધો હતો. સૌથી વધારે આશ્ચર્ય આદેશ અને રાકેશસિંહને થયુ હતું. એન્કાઉન્ટરના દિવસે રજીયા પોલીસથી ખુબ નારાજ હતી, તે આદેશને વિનંતી કરતી કે પોલીસવાળાને છોડતા નહીં. રાકેશસિંહ તો હાઈકોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ પણ કરી દીધી હતી, પણ અચાનક રજીયા બદલાઈ ગઈ હતી. તે કેસ કરવાની પણ ના પાડતી હતી. પત્રકારો સાથે વાત કરવા પણ તૈયાર ન્હોતી. જ્યારે આદેશ તેને મળવા ગયો ત્યારે તેણે બે હાથ જોડી વિનંતી કરતા કહ્યુ ‘સાબ ખુદા કે લીયે હમે છોડ દો જાને વાલા તો ચલા ગયા, ઓર મુઝે પોલીસ કીં ઝંઝટ મેં નહીં પડના પોલીસે દુશ્મની કર કે ભી ક્યા ફાયદા મેરા મરદ તો આને વાલા નહીં હૈ’ આદેશ ત્યાંથી નિકળી ગયો. તે જતો હતો ત્યાં એક યુવક આવ્યો, તેણે ધીમા અવાજે કંઈક વાત કરી અને તે ત્યાંથી નિકળી ગયો. આદેશ ત્યાં જ વિચારતો ઉભો રહ્યો, તેને એક વખત પાછા વળી રજીયાના ઘર તરફ જોયુ તે કપડાં સુકવી રહી હતી. તેનું મન માનતુ ન્હોતુ આવુ બની શકે, પણ તેને જે સાંભળ્યુ તેનો કોઈ આધાર ન્હોતો.

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-10

Friday, 31 March 2017

રજીયાને જોતા પાનસુરીયાને લાગ્યુ કે આટલી સુંદરતા તો એક જ આરસમાંથી કંડારેલી પ્રતિમામાં હોય

Shatranj Political Encounters Unveiled Part 9 

પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-9):  ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશન ઓફિસરના ટેબલ ઉપર પડેલા ફોનની ઘંટડી રણકી તેણે ફોન ઉપાડતા કહ્યુ ‘નમસ્કાર ક્રાઈમ બ્રાન્ચ’ એકાદ ક્ષણ ફોન સાંભળી ફોન મુકી, દિવાલ ઉપર રહેલી ઘડીયાળ તરફ નજર કરી. હજી દસ વાગી રહ્યા હતા, તે મનોમન બોલ્યો, આજે વહેલા આવી રહ્યા છે. સામે બેઠેલા પીએસઓએ કોન્સ્ટેબલને ઉતાવળના સ્વરમાં ‘જલદી ડીસીપી સાહેબની ચેમ્બરનું એસી ચાલુ કરી દે, ગાંધીનગરથી નિકળી ગયા છે.’ કોન્સ્ટેબલ તરત ત્યાંથી એસી ચાલુ કરવા ચેમ્બર તરફ ગયો. ડીસીપી જે. કે. વછરાજાની એસીની એટલી આદત પડી ગઈ હતી કે તેમને ઘરેથી અથવા ઓફિસેથી બહાર જવાનું હોય તો તેના અડધો કલાક પહેલા ડ્રાઈવર કારનું એસી ચાલુ કરી દેતો અને જો ઓફિસ આવવાના હોય તો તેમના આવતા પહેલા તેમનો ડ્રાઈવર ફોનથી ઓફિસમાં જાણ કરી દેતો જેથી રૂમ ચીલ્ડ થઈ જાય. વછરાજાનીને ગાંઘીનગરમાં હવેલી જેવો વિશાળ બંગલો હતો, તેમની રહેણીકરણી કોઈ રાજા-મહારાજા કરતા ઓછી ન્હોતી. જો કે માંસ અને મદીરાને સ્પર્શ કરતા ન્હોતા. બરાબર સાડા દસ વાગે તેમની કાર ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થઈ, સામાન્ય રીતે તેઓ કોઈ દિવસ બાર-એક વાગ્યા પહેલા ક્રાઈમ બ્રાન્ચ આવતા ન્હોતા,સંત્રીને પણ આશ્ચર્ય થયુ હતું. વછરાજાની ચેમ્બરમાં દાખલ થયા, થોડી મિનિટોમાં તેમની પાછળ એફઆઈઆર અને સ્ટેશન ડાયરી લઈ પીએસઓ આવ્યો, તેણે દાખલ થતાં તેની નજર વછરાજાની સાહેબ ઉપર પડી તેમણે યલો શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું હતી. તેમના વ્હાઈટ બુટ, ઉતારેલા હતા, પીએસઓ તરફ તેમની પીઠ હતી. હાથમાં સળગતી અગરબત્તી હતી, જે તેઓ તેમના શ્રદ્ધેય અઘોરીબાબાની તસ્વીર સામે મુકી રહ્યા, લગભગ એકાદ મિનીટ સુધી બંન્ને હાથ જોડી શાંત મુદ્દ્રામાં બાબાની તસ્વીર સામે ઉભા રહ્યા, અને પાછા ફરતા તેમની નજર પીએસઓ ઉપર પડતા પ્રેમપુર્વક બોલ્યા ‘ રાજેન્દ્રસિંહ કેમ છો, ઘરે બધા કેમ છે’ રાજેન્દ્રસિંહ ગદગદ થઈ કારણ કે ડીસીપીએ તેના પરિવારના ખબર પુછ્યા હતા, તેણે નમ્રતાપુર્વક જવાબ આપ્યો ‘ મોટા દિકરાએ એન્જીનિયરીંગમાં એડમિશન લીધુ છે, નાનો હજી દસમાં છે’ વછારાજાની ખુરશીમાં બેસતા સલાહ આપી ‘ જુઓ બાપુઓ તો પોલીસમાં જ આવે છે, પણ હવે આપણુ ખાતુ પહેલા જેવુ રહ્યુ નથી, એટલે પોલીસ તો બનાવીશ નહીં. તેને ભણાવજે, કારણ પૈસા તો ખુટી પડતા સમય નહીં, લાગે પણ ભણેલુ ક્યારેય નકામુ નહીં જાય, હવેના સમયમાં પૈસા કોઈની પાસે છે , તે નહીં કોની પાસે કેટલુ જ્ઞાન છે તે જોવામાં આવશે અને જ્ઞાનીને ઘનવાન માનવામાં આવશે.’ રાજેન્દ્રસિંહ જી જી કરી રહ્યા હતા, જો કે પોલીસમાં ત્રીસ વર્ષ નોકરી કરી ચુકેલા રાજેન્દ્રસિંહ કેટલુ સમજ્યા હતા, તે કહેવુ મુશ્કેલ હતું. વાત બદલતા ખુદ ડીસીપીએ પુછ્યુ બોલો શુ લાવ્યા છો’ પીએસઓ પોતાના હાથમાં રહેલા વજનદાર ચોપડા ડીસીપીના ટેબલ ઉપર મુક્યા અને ગઈરાતથી આજ સવાર સુધી કઈ કઈ બાબતો બની તેનો ઉલ્લેખ કર્યો, હાથમાં રહેલી બંધ પેન વછરાજાની લખેલી એક એક લાઈન ઉપર ફેરવી વાંચી રહ્યા હતા. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-9

‘આદેશ સારો છે પણ પેલા મીયાઓની જ વાતો કરતાં NGO વાળાની સોબતે ચઢ્યો છે’

Shatranj Political Encounters Unveiled Part 8



















પ્રશાંત દયાળ: (શતરંજ: પ્રકરણ-8): બીજી તરફ ડેપ્યુટી કમિશનર વછરાજાની મંત્રીના ફોન પછી ડીસ્ટર્બ થઈ ગયા હતા. તેમને લાગતું કે કંઈ પણ સારૂ કરવા છતાં ક્રેડીટ મળી જ રહી ન્હોતી. ઓપરેશન અબ્દુલ પછી ચેનલો અને અખબારો જે રીતે રોપોર્ટિંગ કરી રહ્યાં હતા તેમને પણ રોકવાના હતા. વછરાજાની કોઈને ફોન કરી ઓફિસની બહાર નિકળ્યા ત્યારે તેમણે ઈકબાલને આવતા જોયો. તેમણે ડ્રાઈવરને કાર રોકવાની સુચના આપી. ઈકબાલ કારની નજીક આવતા તેમણે બારીનો કાચ નીચે કર્યો, તેમણે ઈકબાલ સામે જોયુ, તેમની આંખોમાં રહેલા પ્રશ્ન ઈકબાલ વાંચી શકતો હતો, તે પોતાનું મોંઢુ વછરાજાનીના કાન પાસે લાવ્યો કારણ કારમાં ડ્રાઈવર કમાન્ડો અને વાયરલેસ ઓપરેટર પણ હતા. ઈકબાલે નજીક આવીને કહ્યુ ‘ કામ હો ગયા સાબ’ ઠીકે બાદમેં બાત કરતે ’ તેમ કહી વછરાજાની ત્યાંથી રવાના થયા. તેમની કાર સીધી પાલડીમાં આવેલા બગડમ અખબારની કચેરીની બહાર ઉભી રહી. આદેશ આ અખબારમાં રિપોર્ટિંગ કરતો હતો. અખબારની કચેરીમાં દાખલ થયા પછી વછરાજાની સીધા આદેશના ટેબલ ઉપર ગયા, તેની પાસે જતા બોલ્યા ‘શુ આદેશ કુમાર અમારી પાછળ પડી ગયા છો’ આદેશે તેમની આંખોમાં જોઈ પુછ્યું ’‘ હુ પાછળ પડ્યો છું’ વછરાજાનીએ વાત વાળી લેતા કહ્યુ ‘ ના ના ભાઈ હું તો મઝાક કરી રહ્યો હતો. આ તો તારા તંત્રીનો ફોન આવ્યો હતો માટે ચ્હા પીવા આવ્યો છુ’ સાચી વાતો એવી હતી ખુદ વછરાજાની બગડમ અખબારના તંત્રી હિતેન માંગરોલીને સામે ચાલી મળવા આવ્યા હતા. તંત્રી હિતેનને કોઈ સંત્રી કે મંત્રી મળવા આવે તો મઝા પડતી હતી, તેમને મન તો ઘરે ભગવાન પધાર્યા હોય તેવો આનંદ થતો હતો. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-8

શતરંજ: ઇન્સપેક્ટર વિનય ગુનેગારના જ નહીં સ્વરૂપવાન યુવતીનું પણ ‘એન્કાઉન્ટર' કરતાં

Shatranj Political Encounters Unveiled Part 7   
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-7):  બપોર થઈ ગઈ હતી, વિનય તોમરનું હજી ઓફિસમાં આગમન થયુ ન્હોતુ, એસીપી રામસિંહ પરમારનો કોન્સ્ટેબલ બે વખત મહેશ રાવને વિનય માટે પુછી ગયો હતો.  વિનયનો રેગ્યુલર ફોન બંધ આવતો હતો, આવુ વિનય અનેક વખત કરતો હતો. ઓફિસ આવવામાં મોડુ થશે તેવી પણ કોઈને જાણ કરતો ન હતો. જો કે તેની જે રીતની કામગીરી હતી, તેના કારણે મોટા અધિકારીઓ પણ તેના આ વ્યવહારને ચલાવી લેતા હતા. બપોર પછી મહેશને પણ વિચાર આવ્યો કે હજી વિનય કેમ આવ્યો નથી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મહેશે વિચાર કર્યા પછી વિનયનો પર્સનલ ફોન હતો તે ડાયલ કર્યો. આ નંબર મહેશને બાદ કરતા કદાચ એકાદ બે પાસે જ હશે, વિનયે આ નંબર તેની પત્નીને પણ ન્હોતો આપ્યો . રીંગ વાગી, વિનયે ફોન ઉપાડતા જ મહેશે પુછ્યું ‘કયાં છે વિનય તુ’ તેણે તરત સામો સવાલ પુછ્યો ‘ કેમ શુ થયુ’ મહેશે જવાબ આપ્યો ‘ કંઈ થયુ નથી, પણ તુ છે ક્યા’? ‘એક કામ છુ’ મહેશને ખબર હતી કે તે સીધો જવાબ નહીં આપે માટે ડર બતાડતા કહ્યુ ‘ પરમાર સાહેબ તને સવારના શોધી રહ્યા છે’ તેણે બીન્દાસ થઈ જવાબ આપ્યો ‘ કઈ વાંધો નહીં પુછે તો કહે જે કે એક કામમાં છું’ મહેશ કંઈ પુછે તે પહેલા વિનયે ફોન કટ કરી નાખ્યો.

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-7

Tuesday, 28 March 2017

‘સાલી આપણી નોકરી જ એવી છે મુખ્યમંત્રીને છીંક આવે તો આપણે દોડવાનું’

Shatranj Political Encounters Unveiled Part 7




















પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-6): હજી મહેશ ઉંધતો હતો, બે દિવસનો ઉજાગરો પણ હતો, તેના કાને અવાજ પડ્યો ‘જો બેટા દવા પીલે, દવા નહીં પીવે તો સારૂ કેવી રીતે થશે’ તેને લાગ્યુ કે સ્વપ્નમાં તે કંઈ સાંભળી રહ્યો છે, પણ પછી તેની આંખો બંધ હોવા છતાં તેને ખ્યાલ આવ્યો કે આ અવાજ તો તેની પત્ની કેતાનો અવાજ છે, તેણે આંખો ખોલી, તે બારીમાંથી સુર્યનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. તેના કારણે થોડીક ક્ષણ તેથી જીણી આંખો રાખી પ્રકાશમાં પોતાની આંખોને એડજેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, બીજા રૂમમાંથી હતી, તેની પત્ની કેતા અને આઠ વર્ષની દીકરી મેઘાના સંવાદો સંભળાઈ રહ્યા હતા. તેણે તરત પોતાના શરીર ઉપર રહેલુ બ્લેન્કેટ હટાવ્યું અને બેડમાંથી ઉભો થઈ બાજુમાં આવેલા મેઘાના રૂમમાં ગયો તેણે જોયુ તે મેઘાની આંખો ખુલ્લી હતી. ચહેરો મુરઝાઈ ગયો હતો, કેતા તેને પરાણે દવા પીવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. મહેશે ‘ શુ થયુ’ તેવુ પુછતાં મેઘાના કપાળને સ્પર્શ કર્યો તેનું શરીર ઘગઘગતુ હતું, તેન લગભગ 103 જેવો તાવ હતો. મહેશે પત્ની સામે જોતા પુછયુ ‘ આટલો તાવ હતો તો મને ફોન તો કરવો હતો’ કેતાએ મેઘાના કપાળ ઉપર પાણીના પોતા મુકતા મહેશ સામે જોયા વગર કહ્યુ ‘હું ડૉક્ટર પાસે જઈ આવી હતી’ મહેશને લાગ્યુ કે કેતાની નારાજગી વ્યાજબી હતી, દીકરી આટલી બિમાર છે ત્યારે પણ એક પિતા તરીકે તેને ખબર જ ન્હોતી. મહેશ કંઈ બોલી શક્યો નહીં, તેની પાસે કોઈ શબ્દો ન્હોતો, તેને પોતાની ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો. ઓફિસનું કામ પુરૂ થયા પછી તે ઘરે આવી શક્યો હોત, પણ તે બપોરે ઓફિસમાં જ સુઈ ગયો અને રાત્રે દારૂ પીવા જતો રહ્યો, જ્યારે સાંજે કેતાનો ફોન આવ્યો ત્યારે તે સાહેબ સાથે છે તેવુ બહાનું કર્યું, ત્યારે કેતાએ ખરેખર મેઘાની બીમારી માટે જ ફોન કર્યો હશે. આ બધા વિચારો આવતા મહેશ ડિસ્ટર્બ થઈ ગયો, તે ખુરશી લઈ મેઘાના બેડ પાસે બેસી ગયો, કેતા પોતા મુકી રહી હતી, તે તેણે લઈ લીધા અને તે પોતા મુકવા લાગ્યો એટલે મેઘા ઉભી થઈ ઘરનું કામ કરવા લાગી.

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-6