પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દિવાલ-ભાગ-33): ઈન્સપેક્ટર જાડેજા ફિરોજચાચાને લઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા અને કારમાંથી તેમને હાથ પકડી નીચે ઉતાર્યા ત્યારે ત્યાં હાજર પોલીસવાળા માની રહ્યા હતા કે કોઈ મોટો શિકાર જાડેજા સાહેબે પકડયો છે. પણ બીજી જ ક્ષણે એવો વિચાર પણ આવતો કે આવો ઘરડો ટેરેરીસ્ટ થોડો હોય. પોલીસ પણ આખરે તો હિન્દુ જ હતી. તરત ત્રીજો વિચાર પણ આવી જતો આ મીયાઓનો કોઈ ભરોસો નહીં. નાનો છોકરો હોય કે ઘરડો આ બધા બહુ કટ્ટર જ હોય છે. જો કે જાડેજાના મનમાં ક્રાઈમ બ્રાન્ચ આવતા ઘણી બધી સ્પષ્ટતા આપમેળે આવવા લાગી હતી. તેમણે કારમાં ફિરોજચાચાને એક પણ પ્રશ્ન પુછ્યો ન્હોતો પણ ચાચાની બાજુમાં બેસી તેમને ચાચા માટે કોઈ નકારાત્મક ભાવ આવતો ન્હોતો. ચાચાને ડીસીપી સિન્હાની ચેમ્બર બહાર બેસાડ્યા અને ડીસીપીના કમાન્ડોને પુછ્યુ સાહેબ શુ કરે છે?
Read more : http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-33
પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, દીવાલ- ભાગ-32) રાતના આઠ વાગી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના વાહનો શાહપુર હલીમની ખડકીમાં દાખલ થયા. પોલીસના વાહનો આ વિસ્તારમાં આવે તેનું સ્થાનિક લોકોને કંઈ આશ્ચર્ય ન્હોતુ. આમ પણ અમદાવાદનો આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. અહિયા તો બે સાયકલવાળા અથડાય તો પણ પથ્થર મારો થઈ જાય અને પતંગનો દોરો લૂંટવાની ઘટનાને કારણે પણ કોમી તોફાન થઈ જાય. પહેલા આ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમની વસ્તી સરખી હતી. પોળોમાં રહેતા હિન્દુ-મુસ્લિમ સાથે રહેતા હોવા છતાં તેમને બાપે માર્યા વેર હતા. હિન્દુઓ કાયમ એવુ માનતા કે મીયા બહુ ફાટ્યા છે અને મુસ્લિમો માનતા કે ભારત કંઈ ખાલી થોડુ હિન્દુડાઓનું છે, અમારૂ પણ છે. 1969માં અમદાવાદમાં સૌથી મોટા કોમી તોફાન થયા ત્યારે શાહપુરની અનેક પોળો બહાર એસઆરપીનો પોઈન્ટ મુકવામાં આવ્યો હતો તે ચાર દાયકાઓ પછી પણ પોઈન્ટ યથાવત હતો. આમ પણ દરેક પોળમાં એક દાદા અર્થાત ગુંડો રહેતો હતો તેને પકડવા પણ પોલીસ અવારનવાર આવે તેના કારણે પોલીસ આવે તો કોઈ આશ્ચર્ય અથવા ડર લાગે નહીં....
Read More : http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-32