Adv

G Adv

Monday 19 March 2018

ગોધરામાં ટ્રેન સળગીઃ હિન્દુ વિસ્તારમાં ફિરોજચાચાએ પોતાની દુકાન રોજની જેમ ખોલી અને...

 Deewal Part 34

પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ દીવાલ-ભાગ- 34):ઈન્સપેક્ટરે ઘડિયાળ સામે જોયુ રાતના ત્રણ વાગી રહ્યા હતા. ડીસીપીએ તો ઘરેથી ટિફિન મંગાવી જમી લીધુ હતુ પણ જાડેજાના પેટમાં હવે ભુખના કારણે ઉંદરડા દોડી રહ્યા હતા. જાડેજાને વિચાર આવ્યો કે ચાચાના ઘરે પણ તેમની રાહ જોતા હશે. ડીસીપીના ટેબલ ઉપર ચાના ખાલી કપ અને એસટ્રેમાં સિગરેટના ખાલી ઠુઠાઓ પડ્યા હતા. ડીસીપી દર અડધો કલાકે ચા મંગાવતા અને પછી તરત સિગરેટ પી રહ્યા હતા. હજી ડીસીપીએ ફોડ પાડ્યો ન્હોતો કે ચાચાને ક્યા કારણસર બોલાવવામાં આવ્યા છે. છ કલાકની પૂછપરછ પછી પણ ચાચાને ખબર પડવા દીધી ન્હોતી. ડીસીપી બહુ લંબાણપૂર્વક ચાચા સાથે વાત કરી રહ્યા હતા. ફિરોજચાચાએ કહ્યું સાહેબ પહેલા અમે મેઘાણીનગર રહેતા હતા. મારા પિતાજી પણ ત્યાં જ રહેતા હતા. અમને લોકો પીંજારા તરીકે ઓળખે છે. પીંજાર શબ્દ ડીસીપીને ખબર પડ્યો નહીં, તેમણે જાડેજા સામે જોયું. જાડેજાએ કહ્યું સાહેબ આપણે ગાદલા ભરીએ તેની વાત કરે છે, તો પણ ડીસીપીને ખબર પડી નહીં....

Read More - http://www.meranews.com/news/view/deewal-the-story-of-the-sabarmati-jailbreak-part-34

No comments:

Post a Comment