મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જેતપુરના બાવા પીપળીયા ગામે 16 વર્ષીય સગીરાના લગ્ન થતા હોવાની માહિતી સમાજ સુરક્ષા વિભાગને મળી હતી. જેને લઈને જેતપુર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ફેરા અટકાવ્યા હતા. દરમિયાન રાજકોટ સમાજ સુરક્ષા વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં જેના લગ્ન થવાના હતા તે શૈલેશભાઈ બચુભાઇની દીકરી વિશે તપાસ કરતા આ કન્યાની ઉંમર 16 વર્ષની હોવાનું ખુલ્યું હતું.
Read More :- http://www.meranews.com/news/view/jetpur-police-comes-in-marriage-and-stopped-function
મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દેશમાં રૂ. 1000 અને રૂ. 500ના દરની જુની નોટો બંધ થયાને વર્ષ વિતિ ગયું છતાં જુની નોટો પકડાવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઘણા એવા કાળા કાર્યોથી કમાણી કરીને નોટો હજુ પણ ફેરબદલ કરતાં ઝડપાઈ રહ્યા છે તેવા સંજોગોમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે રૂ. 1,70,00,000ની જુની નોટો પકડી પાડી છે સાથે જ તે નોટોના આરોપીઓને પણ પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી એક કાર તેમજ મોબાઈલ પણ જપ્ત કર્યા છે. પોલીસે કુલ રૂ.1.73 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
Read more : http://www.meranews.com/news/view/ahmedabad-police-caught-two-accuse-with-old-currency-worth