મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જેતપુરના બાવા પીપળીયા ગામે 16 વર્ષીય સગીરાના લગ્ન થતા હોવાની માહિતી સમાજ સુરક્ષા વિભાગને મળી હતી. જેને લઈને જેતપુર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ફેરા અટકાવ્યા હતા. દરમિયાન રાજકોટ સમાજ સુરક્ષા વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં જેના લગ્ન થવાના હતા તે શૈલેશભાઈ બચુભાઇની દીકરી વિશે તપાસ કરતા આ કન્યાની ઉંમર 16 વર્ષની હોવાનું ખુલ્યું હતું.
Read More :- http://www.meranews.com/news/view/jetpur-police-comes-in-marriage-and-stopped-function

No comments:
Post a Comment