પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-19): નિઝામ સત્તર વર્ષનો થયો ત્યાં સુધી સારો મીકેનીક બની ગયો હતો. ગમે તેવી કાર તે રીપેર કરવા લાગ્યો હતો. પાંચ રૂપિયા પગારથી નોકરીની શરૂઆત કરી હતી, પણ હવે તેનો પગાર પંદરસો રૂપિયા થઈ ગયો હતો. પહેલા કરતા તેનો ગુસ્સો ઓછો થયો હતો, પણ ગુસ્સો આવે ત્યારે શું કરી શકે બેસે તેની તેને જ ખબર પડતી ન્હોતી. બપોરનો સમય હતો, તે દિવસે તે રોજ પ્રમાણે કારનું રીપેરીંગ કરી રહ્યો હતો. તે જ વખતે તેનો એક પડોશી દોડતો દોડતો કહેવા આવ્યો કે રામને કોઈ મારી રહ્યું છે, રામ તેને જીગરજાન દોસ્ત હતો, રામને કોઈ મારી રહ્યું છે, તેવું સાંભળતા જ તેના હાથમાં જે ડીસમીસ હતું તે લઈ દોડયો, તેને શેઠે રોકાઈ જવા માટે બુમ પણ પાડી પણ તે રોકાયા નહીં, ગામની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચાર છોકરાઓ રામને લાકડી લાકડી મારી રહ્યા હતા. રામ જમીન ઉપર પડયો હતો, તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું છતાં પેલા તેને નિર્દયતાપુર્વક મારી રહ્યા હતા. તેણે દુર જ ત્રાડ પાડી પેલા મારી રહેલા છોકરાએ નિઝામને જોતા ત્યાંથી ભાગ્યા પણ જમીન ઉપર પડેલા રામે ભાગી રહેલા એક છોકરાનો પગ પકડી લીધો. તે તેના હાથમાંથી છુટે તે પહેલા રામ ત્યાં પહોંચી ગયો, રામ કઈ સમજે તે પહેલા તો ગુસ્સામાં લાલચોળ થયેલા નિઝામે પોતાના હાથમાં રહેલા ડીસમીસના એક પછી એક પેલા છોકરાના પેટમાં મારવાની શરૂઆત કરી, પેલા છોકરાના પેટમાં જાણે લોહીનો નળ મુકયો હોય તેમ તેનું લોહી નીચે પડેલા રામ ઉપર પડવા લાગ્યું, રામ લોહીથી લથપથ થઈ ગયો, અને પેલો છોકરો પણ ત્યાં જ ઢળી પડયો.
Showing posts with label Encounters. Show all posts
Showing posts with label Encounters. Show all posts
Monday, 10 April 2017
નિઝામ બેટા અબ જમાના તુજે જીને ભી નહીં દેગા ઓર મરને ભી નહીં દેગા
પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-19): નિઝામ સત્તર વર્ષનો થયો ત્યાં સુધી સારો મીકેનીક બની ગયો હતો. ગમે તેવી કાર તે રીપેર કરવા લાગ્યો હતો. પાંચ રૂપિયા પગારથી નોકરીની શરૂઆત કરી હતી, પણ હવે તેનો પગાર પંદરસો રૂપિયા થઈ ગયો હતો. પહેલા કરતા તેનો ગુસ્સો ઓછો થયો હતો, પણ ગુસ્સો આવે ત્યારે શું કરી શકે બેસે તેની તેને જ ખબર પડતી ન્હોતી. બપોરનો સમય હતો, તે દિવસે તે રોજ પ્રમાણે કારનું રીપેરીંગ કરી રહ્યો હતો. તે જ વખતે તેનો એક પડોશી દોડતો દોડતો કહેવા આવ્યો કે રામને કોઈ મારી રહ્યું છે, રામ તેને જીગરજાન દોસ્ત હતો, રામને કોઈ મારી રહ્યું છે, તેવું સાંભળતા જ તેના હાથમાં જે ડીસમીસ હતું તે લઈ દોડયો, તેને શેઠે રોકાઈ જવા માટે બુમ પણ પાડી પણ તે રોકાયા નહીં, ગામની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચાર છોકરાઓ રામને લાકડી લાકડી મારી રહ્યા હતા. રામ જમીન ઉપર પડયો હતો, તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું છતાં પેલા તેને નિર્દયતાપુર્વક મારી રહ્યા હતા. તેણે દુર જ ત્રાડ પાડી પેલા મારી રહેલા છોકરાએ નિઝામને જોતા ત્યાંથી ભાગ્યા પણ જમીન ઉપર પડેલા રામે ભાગી રહેલા એક છોકરાનો પગ પકડી લીધો. તે તેના હાથમાંથી છુટે તે પહેલા રામ ત્યાં પહોંચી ગયો, રામ કઈ સમજે તે પહેલા તો ગુસ્સામાં લાલચોળ થયેલા નિઝામે પોતાના હાથમાં રહેલા ડીસમીસના એક પછી એક પેલા છોકરાના પેટમાં મારવાની શરૂઆત કરી, પેલા છોકરાના પેટમાં જાણે લોહીનો નળ મુકયો હોય તેમ તેનું લોહી નીચે પડેલા રામ ઉપર પડવા લાગ્યું, રામ લોહીથી લથપથ થઈ ગયો, અને પેલો છોકરો પણ ત્યાં જ ઢળી પડયો.
નાનકડા નિઝામે કહ્યું ‘મુઝે આપકી તરહ ગરીબ નહીં રહના હૈ’
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-18): નિઝામે પોતાની જીંદગીની શરૂઆત એક ગેરેજ મિકનીક તરીકે રાજસ્થાનના બાડમેરમાં શરૂ કરી હતી. પાંચ ભાઈઓમાં સૌથી નાનો હતો, તેના ભાગે તો કયારેય સ્કૂલે જવાનો વખત પણ ન્હોતો, રેતાળ પ્રદેશમાં ઉડતી માટીની ડમરીઓ વચ્ચે તેની જીંદગીની શરૂઆત થઈ, તેને પણ ખબર ન્હોતી, આ ડમરીઓ તેની જીંદગીને કયાં લઈ જશે, નાનો હતો ત્યારેથી જીદ્દી અને ગુસ્સાવાળો હતો, તેની ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ, તેના લક્ષણો જોતા પિતાને લાગ્યું કે હવે આને કામે લગાડવો પડશે, તેના પિતા તેને એક પરિચીતના ગેરેજ ઉપર નોકરીએ મુકવા ગયા ત્યારે તેની ઉમંર માત્ર અગીયાર વર્ષની હતી, તે દિવસે તેણે લાલ કલરની ચડ્ડી અને પીળા કલરનું હાફ ઉપબાયનું શર્ટ પહેર્યું હતું, નિઝામને ગેરેજવાળાએ ઉપરથી નીચે સુધી જોયો, તેને લાગ્યું કે આટલુ બટકુ શું કામ કરશે, નિઝામ નાનો હતો, પણ સામેની વ્યકિતની નજર વાંચી શકતો હતો, તેણે તરત ગેરેજવાળાને જવાબ આપ્યો, ‘ચાચા આપ બોલો વો કામ કરૂગા’ તેમ કહી નજીકમાં પડેલા એક કપડાંના ગાભાને લઈ ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી કારને ગાભો મારવા લાગ્યો, અને પછી પિતા અને ગેરેજ માલિક સામે જોતા કહ્યું ‘કૈસે ચમકા દીયાના’ ગેરેજવાળાએ રોજના પાંચ રુપિયાના પગારે નિઝામને રાખી લીધો, થોડા દિવસમાં નિઝામને પણ મઝા પડી ગઈ, તેને મઝા તો કામ કરતા બપોરે શેઠના ઘરેથી આવતા ટીફીનને કારણે પડી ગઈ હતી, તે કામ કરતા કરતા ઘડીયાળ સામે જોયા કરતો, તેને લાગતુ કે કયારે બે વાગે અને શેઠ ટીફીન ખોલે, શેઠ તેને પોતાના ટીફીનમાં જ જમાડતા હતા, ઘણી વખત મીઠાઈ હોય તો કોઈક વખત નિઝામને ભાવતુ ચીકન હોય, જયારે નિઝામ જમતો હોય ત્યારે શેઠ તેને ધ્યાનથી જોતા હતા. જેની નિઝામને ખબર ન્હોતી. નિઝામ પેટ ભરી જમતો, પછી તેના ચહેરા ઉપર જે સંતોષ હોય તે કઈક જુદો જ હોય.
વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો -: http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-18
બેટા, વછરાજાની સાબ કહેતે હે હમ આતંકવાદી હે, જેહાદ કે લીયે હમ ભારત આયે
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-17); દિવસોની પ્રતિક્ષા પછી એક કોન્સટેબલ જુનેદ પાસે આવ્યો. સવારના અગીયાર વાગ્યા હતા. તેણે જુનેદની હાથકડી ખોલી, જુનેદ તેની સામે આશ્ચર્ય સાથે તેની સામે જોતો રહ્યો. જે હોલમાં જુનેદ તેના દિકરા અને મકસુદ સહિત અન્ય લોકોને રાખવામાં આવ્યા હતા, તે બધા જુનેદ સામે જોઈ રહ્યા, બધાના મનમાં એક પ્રશ્ન હતો. મકસુદના મનમાં ચીંતા પણ હતી, કે તેના પિતાની હાથકડી ખોલી તેના કયાં લઈ જવામાં આવે છે, કારણ કે કોઈ દિવસ કોઈ એકલાને આવી રીતે, હોલમાં લઈ જવામાં આવતા ન્હોતા. કોન્સટેબલે હાથકડી ખોલ્યા પછી જુનેદને ઉભો થવાનો ઈશારો કર્યો, તે મનમાં અનેક શંકા સાથે ઉભો થયો, તેણે કોન્સટેબલ સામે જોયુ, તેના ચહેરા ઉપરના ભાવ જોઈ, કોન્સટેબલ પુછયા વગર કહ્યુ ‘ ડીસીપી સાહેબ પાસે બોલાવે છે’ જુનેદના મનમાં ટાઢક થઈ હાશ હવે મારી વાત તો કોઈ સાંભળશે. બીજી જ ક્ષણે ડર પણ લાગ્યો કે ડીસીપી મારી વાત તો માનશે કે નહીં. અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે કોન્સટેબલની સાથે જુનેદ નીચે ઉતર્યો, ચાલવા થોડી તકલીફ પડતી હતી, કારણ દિવસો સુધી એક જ પોઝીશનમાં બેસી રહેવાને કારણે પગ અકડાઈ ગયા હતા. કોન્સટેબલનું ધ્યાન તેના પગ ઉપર ગયુ, સીડી ઉતરતા કોન્સટેબલે મદદ માટે હાથ લાંબો કર્યો જુનેદ તેનો હાથ પકડી નીચે ઉતરવા લાગ્યો. સીડી પુરી થતાં જ ડાબી તરફ બે ચેમ્બરો હતી, પહેલી એસીપી પરમારની અને તેની સામે ડીસીપી વછરાજાનીની, કોન્સટેબલે દરવાજો ખોલ્યો અને તે બંન્ને અંદર દાખલ થયા. સફેદ શર્ટ પેન્ટમાં વછરાજાની એકદમ ફ્રેશ મુડમાં બેઠા હતા, જુનેદે પહેલી વખત વછરાજાનીને જોયા હતા.
મંત્રી-IPS વચ્ચે એન્કાઉન્ટર મામલે થઈ સરકિટ હાઉસમાં બેઠકઃ ‘કામ મુશ્કીલ હે... કરના ચાહોગે?’
પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-16): બીજી તરફ એટીએસમાં બેઠેલા ઈન્દ્રસિંહના મનમાં એક જોરદાર પ્લાનીંગ ચાલી રહ્યું હતું, તે છેલ્લાં પંદર દિવસથી તેમના ટેબલ ઉપર પડેલા પાંચ ફોનમાં રીંગ વાગે એટલે તે ઉપાડી મીનીટો સુધી સાંભળળતા હતા, તે કંઈ પણ બોલતા ન્હોતા, ઈન્દ્રસિંહ જે સાંભળી રહ્યા હતા તેને પોલીસની ભાષામાં ફોન ઈન્ટ્રસેપ્શન કહેવાય પોલીસ અધિકારી ધારે તેના નંબર મોબાઈલ નંબર ઈન્ટસેપ્શનનમાં મુકી શકતા હતા, બીજા શબ્દોમાં કહીએ તો તે ફોન આતરીને થતી વાતચીત સાંભળી રહ્યા હતા, કયારેક કયારેક તેમના ચહેરા ઉપરનો ભાવ ફોન ઉપર થઈ રહેલી વાતચીતો સાંભળી બદલાઈ જતો, સાંજે તેમણે આ મુદ્દે મંત્રી અમર ઠાકોરને મળવાનો નિર્ણય કર્યો, જે અંગે તેમની સાથે વાતચીત થઈ ગઈ હતી અને તેમણે છ વાગે જુના સરકિટ હાઉસ આવવાની સુચના આપી હતી. ઈન્દ્રસિંહ જાડેજા જે તરફ પુરી વાતને લઈ જવા માગતા હતા, તેની કોઈ કલ્પના ન્હોતી, આવનાર વર્ષોમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાના હતા.
Thursday, 6 April 2017
અમદાવાદમાં આતંકવાદીઓના એન્કાઉન્ટર થયા, બીજા દિવસે મંત્રીની ચા બગડી
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-15): પત્રકાર આદેશની સવાર થઈ ન્હોતી, આમ તો તે રોજ સવારે વહેલો ઉઠી જતો હતો, પણ આજે સાત થવા આવ્યા હતા છતાં તે પથારીમાં જ હતો, તેના મોબાઈલની રીંગ વાગી પણ તેણે ઉપાડવાને બદલે તે પાછું પડખું ફેરવી લીધું, રીંગ વાગી અને બંધ થઈ પાછી રીંગ વાગી અને તેણે બારીમાંથી આવતા સુર્યના પ્રકાશને આધારે કેટલાં વાગ્યા હશે તેનો જીણી આંખે અંદાજ મેળવવાનો પ્રયત્ન કર્યો અને સામે છેડે સાથી પત્રકાર મોહન હતો, તેણે ઉંચા અવાજે કહ્યુ ‘ હજી ઉંઘે છે જલદી ઉઠ એન્કાઉન્ટર થયા છે’ આદેશ પથારીમાં બેઠો થઈ ગયો, મોહને કહ્યું ‘નારોલની જમના ટેનામેન્ટમાં ચાર કાશ્મીરી ત્રાસવાદીઓ રોકાયા હતા, તેમનું એન્કાઉન્ટર થયું છે.’ આદેશ ઉઠયો તરત બ્રશ લીધુ અને કામ પતાવી તે સીધો પોતાની મોટર સાયકલ લઈ નારોલ જવા રવાના થયો. રસ્તામાં ફરી એક વખત તેના મનમાં વિચારો દોડવા લાગ્યા. ત્રાસવાદીઓ કેમ આવ્યા હશે, શું ઈરાદો હશે, કે પછી કોઈ ગુંડાઓને ત્રાસવાદી બતાડી મારી નાખ્યા હશે? ક્રાઈમ રીપોર્ટીંગ કરતા કરતા આદેશને તમામ વાતો ઉપર શંકા કરવાવની ટેવ પડી હતી.
વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-15
પેલા જલ્લાદોએ ગોધરા સ્ટેશન ઉપર નિર્દોષ હિન્દુઓને સળગાવી મુક્યા જેની કિમંત અમે ચુકવી
પ્રશાંત દયાળ (શતરંજ:પ્રકરણ-14): જુનેદ-મકસુદ, જાહીદ અને મુઝબીલને ક્રાઈમ બ્રાન્ચમાં લાવ્યાને પંદર દિવસ થઈ ગયા હતા. હજી સુધી તેમને વિનય તોમર કે અન્ય કોઈ અધિકારીએ કોઈ પ્રશ્ન પુછ્યો જ ન્હોતો. પંદર પંદર દિવસ સુધી તેમને કેમ ક્રાઈમ બ્રાન્ચમાં બેસાડી રાખ્યા છે તેની જુનેદ ખુદને ખબર પડતી ન્હોતી. તે રોજ જ્યારે પણ તક મળે ત્યારે ઈન્સપેક્ટર વિનયને સવાલ પુછતો તો વિનય જવાબ વાત આપતો વછરાજાની સાહેબ જ તમારી સાથે કરશે. જુનેદને કયાં ગુનામાં પકડયો છે, તેની જાણકારી લેવા માટે તેમના વકિલો પણ આવી ગયા હતા, પણ તેમને વિનયે તેમને સમજાવી દીધા હતા કે મામલો ગંભીર છે, અને જુનેદ દેશદ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયો હોવાની વાત છે. તેથી આ મામલે ઉતાવળ કરવા જેવી નથી, બની શકે કે કોઈ પુરાવા ના મળે તો તેમને છોડી પણ મુકીશુ, પણ જો તમે તમારા અસીલ માટે હેબીર્યસ કરી દેશો તો ના છુટકે અમારે તેમને એરેસ્ટ બતાડી દેવા પડશે. વર્ષોથી ક્રાઈમ બ્રાન્ચ સાથે કામ કરી ચુકેલા વકીલ પણ સમજી ગયા હતા, ક્રાઈમ બ્રાન્ચ કઈ હદ સુધી ખોટુ કરી શકે છે તેવા કિસ્સામાં હમણાં પોલીસ સાથે બગાડી કોર્ટમાં જવાનો અર્થ છે કે જુનેદ અને તેના દિકરા સહિત બધાને જેલમાં મોકલી આપવા.
વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-14
Tuesday, 4 April 2017
રાતના 8 વાગ્યે મંત્રીઓના નિવાસસ્થાનનાં ગેટ ઉપર એક ઔડી કાર આવી ઉભી રહી
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-13): મુખ્યમંત્રી ગોવીંદરાય મહેતા સવારથી ગુસ્સામાં હતા. સવારે કેબિનેટ મીટિંગમાં તેમને મુડ સારો ન્હોતો. ત્યાર બાદ કેટલી ચર્ચા કરવા આવેલા આઈએએસ અધિકારીઓને પણ તેમણે ખખડાવી નાખ્યા હતા. સીએમ ઓફિસમાં બધાની વચ્ચે મુખ્યમંત્રીના ગુસ્સાની જ ચર્ચા હતી. જો કે કારણની કોઈને ખબર ન્હોતી, મુખ્યમંત્રીના અંગત સચિવ તોરલ મહેતાએ મંત્રી અમર ઠાકોરને ત્રણ વખત ફોન કર્યો હતો પણ તેમને ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઠાકોર દિલ્હી ગયા હતા, ત્યાંથી પરત ફરી રહ્યા હતા, ચોથી વખત તોરલે પ્રયત્ન કર્યો ત્યારે અમર ઠાકોર સાથે સંપર્ક થયો તેણે મુખ્યમંત્રી યાદ કરે છે તેવુ સુચના આપી સાથે જ તેમનો ફોન કોલ્સ સીએમને ટ્રાન્ફર કરી આપ્યો, અર્ધો કલાકમાં જ અમર અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થયા હતા, તેમની સરકારી કારની સાથે પાઈલોટ અને એસકોર્ટ કાર હાજર હતી. એરપોર્ટ ઉપરથી અમર ઠાકોર સીધા ગાંધીનગર સચિવાયલ જવા રવાના થયા, રસ્તામાં તેમને ફોન સતત ચાલુ હતા, ટાલ પડી ગઈ હોવાને કારણે વિશાળ કપાળ ઉપર થતો પરસેવો લુંછતા હતા. ડ્રાઈવરનું ધ્યાન જતા તેણે તરત એસીની સ્પીડ વધારી.
Monday, 3 April 2017
તોમરે એકની છાતી પર પિસ્તોલ મૂકી કહ્યું ‘ગોલી માર દુંગા ચાલાકી મત કરના’
પ્રશાંત દયાળ (પ્રકરણ-12): જીપ ચાર રસ્તા ઉપર આવતા વિનયે ડ્રાઈવરને જમણી તરફના રસ્તે જીપ લઈ જવા માટે સુચના આપી, હેડ લાઈટ બંધ કરાવી જીપ ધીમી ગતીએ આગળ વધી રહી હતી, મોટા ભાગના લોકો ઘરમાં સુવા માટે જતા રહ્યા હતા, કેટલાક ઘરોમાં હજી લાઈટ સળગી રહી હતી, ગલીમાં બંન્ને તરફ મકાનો અને વચ્ચે દુકાનો હતી, બંધ હતી પણ તેની બહાર કયાંક કયાંક યુવાનો બાઈક પાર્ક કરી ગપ્પા મારી રહ્યા હતા, જો કે પોલીસના વાહનો જોતા કઈ પણ બોલ્યા વગર કીક મારી નિકળી જતા હતા, રસ્તે જતી એકલ દોકલ વ્યક્તિ પોલીસના વાહનોને કુતુહલવશ જોઈ રહી હતી. ઈન્સપેકટર વિનય તોમરને બાદ કરતા આખી ટીમ ઓપરેશનથી અજાણ હતી, કમાન્ડોને તો સુચનાનો અમલ કરવાનો હતો, તેઓના તમામના હાથમાં ઓટોમેટીક રાયફલ અને શરીર ઉપર બુલેટપ્રુફ જાકીટ હતા, તેમની ચકોર આંખો ચારે તરફ ફરી હતી, જે તેમની ટ્રેનીંગનો જ એક ભાગ હતી. ગલીમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા પછી અંધારામાં એક કાર નજરે પડી વિનયે ડ્રાઈવરને ડીપર મારવાની સુચના આપી. લાઈટ થતાં બ્લેક કલરની વરના કાર નજરે પડી, એક સો મીટર દુર બંધ કરી વાહનો થભી ગયા, વિનયે ઓછામાં ઓછા શબ્દોમાં વાત શરૂ કરી કમાન્ડો નીચે આવી ગયા, હતા, કાર પડી હતી તે મકાનને ઘેરી લેવાની સુચના આપી, કમાન્ડો પોતાના જમણા હાથની પહેલી આંગળી ટ્રીગર ઉપર મુકી પહેલા એક કમાન્ડો ઝડપી પગલે ઘરના મુખ્ય દરવાજા સુધી ગયો અને પોઝીશન લઈ ગોઠવાઈ ગયો. બાદમાં તેણે બીજા કમાન્ડોને ઈશારો કયોઁ અને તે પણ ધીમે દોડતા ઘરની બંધ બારી પાસે પોઝિશન લઈ ઊભો રહ્યો એક પછી એક કમાન્ડોએ પોતાની જગ્યા લઈ લીધી હતી, તે આવનારી તમામ પરિસ્થિતિ માટે તૈયાર હતા.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-12
‘જુઓ જુહાપુરા છે, ક્યાંક કોમ્યુનલ ના થઈ જાય તેની તકેદારી રાખજો’
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-11): સવારથી જહાંગીર ક્રાઈમ બ્રાન્ચના દરવાજા પાસે હતો. તેણે આવતા પહેલા ઇન્સપેક્ટર વિનય તોમર સાથે વાત કરી લીધી હતી. તેમણે તેને કહ્યું હતું કે પહોંચુ છે, પણ તે હજી આવ્યા ન્હોતા. જહાંગીર પોલીસનો જુનો બાતમીદાર હોવાને કારણે ઘણા પોલીસવાળા તેને ઓળખતા હતા, જેના કારણે આવતા જતા મોટા ભાગના પોલીસવાળા તેને જોઈ આશ્ચર્યથી કેમ આવ્યો છે તેની પૃચ્છા કરતા હતાં. તે દરેકને એક સરખા જ જવાબ આપતો હતો ‘સાબને બુલાયા હે’ જો કે ક્યા સાહેબને મળવા આવ્યો છે તેનો તે ફોડ પાડતો ન્હોતો. લગભગ એકાદ કલાક પછી વિનયની એન્ટ્રી થઈ, જીપમાંથી ઉતરતા જ વિનયે જહાંગીરને જોયો હતો, તે જીપમાંથી ઉતરી સીધો ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થયો અને તે જ વખતે ત્યાં હાજર સંત્રીને જહાંગીર તરફ ઈશારો કરતા તેને અંદર આવવા દેવાની સુચના પણ આપી. જહાંગીર પાછળ પાછળ ચાલવા લાગ્યો, ઓફિસમાં દાખલ થતાં વિનયે પોતાની પેન્ટ અને ટીશર્ટમાં પીઠ પાસે રાખેલી પોતાના નાઈન એમએમ પિસ્તોલ કાઢી ટેબલના ડ્રોઓરમાં મુકી વિનય અને મહેશ બંન્ને આ રીતે જ પોતાની પિસ્તોલ પાછળ તરફ રાખતા હતા. કદાચ તેમણે પહેલી વખત ડીસીપી ઈન્દ્રસિંહ જાડેજાને આ રીતે વેપન રાખતા જોયા હતા, જેના કારણે અનાયાસે તેમને પણ બીજા કરતા જુદી રીતે એટલે કે પેન્ટમાં પાછળ પીઠ પાસે વેપન રાખવાની આદત પડી હતી, ડીસીપી ઈન્દ્રસિંહ હાલમાં ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડના ડીસીપી હતાં.
સર દો મહિને બાદ રથયાત્રા હે, લંબા અરસા હો ગયા કોઈ કામ હુવા નહીં
પ્રશાંત દયાળ (શતરંજ:પ્રકરણ-10): અબ્દુલની એન્કાઉન્ટરની ઘટનાને બે મહિના થઈ ગયા હતાં. નેશનલ હ્યુમન રાઈટસના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતાં. તેમની સાથે રજીયાની મુલાકાત થઈ ગઈ હતી. જો કે બધાને આશ્ચર્ય વચ્ચે રજીયાએ પોલીસ સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોવાને ઈન્કાર કરી દીધો હતો. સૌથી વધારે આશ્ચર્ય આદેશ અને રાકેશસિંહને થયુ હતું. એન્કાઉન્ટરના દિવસે રજીયા પોલીસથી ખુબ નારાજ હતી, તે આદેશને વિનંતી કરતી કે પોલીસવાળાને છોડતા નહીં. રાકેશસિંહ તો હાઈકોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ પણ કરી દીધી હતી, પણ અચાનક રજીયા બદલાઈ ગઈ હતી. તે કેસ કરવાની પણ ના પાડતી હતી. પત્રકારો સાથે વાત કરવા પણ તૈયાર ન્હોતી. જ્યારે આદેશ તેને મળવા ગયો ત્યારે તેણે બે હાથ જોડી વિનંતી કરતા કહ્યુ ‘સાબ ખુદા કે લીયે હમે છોડ દો જાને વાલા તો ચલા ગયા, ઓર મુઝે પોલીસ કીં ઝંઝટ મેં નહીં પડના પોલીસે દુશ્મની કર કે ભી ક્યા ફાયદા મેરા મરદ તો આને વાલા નહીં હૈ’ આદેશ ત્યાંથી નિકળી ગયો. તે જતો હતો ત્યાં એક યુવક આવ્યો, તેણે ધીમા અવાજે કંઈક વાત કરી અને તે ત્યાંથી નિકળી ગયો. આદેશ ત્યાં જ વિચારતો ઉભો રહ્યો, તેને એક વખત પાછા વળી રજીયાના ઘર તરફ જોયુ તે કપડાં સુકવી રહી હતી. તેનું મન માનતુ ન્હોતુ આવુ બની શકે, પણ તેને જે સાંભળ્યુ તેનો કોઈ આધાર ન્હોતો.
Friday, 31 March 2017
રજીયાને જોતા પાનસુરીયાને લાગ્યુ કે આટલી સુંદરતા તો એક જ આરસમાંથી કંડારેલી પ્રતિમામાં હોય
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-9): ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશન ઓફિસરના ટેબલ ઉપર પડેલા ફોનની ઘંટડી રણકી તેણે ફોન ઉપાડતા કહ્યુ ‘નમસ્કાર ક્રાઈમ બ્રાન્ચ’ એકાદ ક્ષણ ફોન સાંભળી ફોન મુકી, દિવાલ ઉપર રહેલી ઘડીયાળ તરફ નજર કરી. હજી દસ વાગી રહ્યા હતા, તે મનોમન બોલ્યો, આજે વહેલા આવી રહ્યા છે. સામે બેઠેલા પીએસઓએ કોન્સ્ટેબલને ઉતાવળના સ્વરમાં ‘જલદી ડીસીપી સાહેબની ચેમ્બરનું એસી ચાલુ કરી દે, ગાંધીનગરથી નિકળી ગયા છે.’ કોન્સ્ટેબલ તરત ત્યાંથી એસી ચાલુ કરવા ચેમ્બર તરફ ગયો. ડીસીપી જે. કે. વછરાજાની એસીની એટલી આદત પડી ગઈ હતી કે તેમને ઘરેથી અથવા ઓફિસેથી બહાર જવાનું હોય તો તેના અડધો કલાક પહેલા ડ્રાઈવર કારનું એસી ચાલુ કરી દેતો અને જો ઓફિસ આવવાના હોય તો તેમના આવતા પહેલા તેમનો ડ્રાઈવર ફોનથી ઓફિસમાં જાણ કરી દેતો જેથી રૂમ ચીલ્ડ થઈ જાય. વછરાજાનીને ગાંઘીનગરમાં હવેલી જેવો વિશાળ બંગલો હતો, તેમની રહેણીકરણી કોઈ રાજા-મહારાજા કરતા ઓછી ન્હોતી. જો કે માંસ અને મદીરાને સ્પર્શ કરતા ન્હોતા. બરાબર સાડા દસ વાગે તેમની કાર ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થઈ, સામાન્ય રીતે તેઓ કોઈ દિવસ બાર-એક વાગ્યા પહેલા ક્રાઈમ બ્રાન્ચ આવતા ન્હોતા,સંત્રીને પણ આશ્ચર્ય થયુ હતું. વછરાજાની ચેમ્બરમાં દાખલ થયા, થોડી મિનિટોમાં તેમની પાછળ એફઆઈઆર અને સ્ટેશન ડાયરી લઈ પીએસઓ આવ્યો, તેણે દાખલ થતાં તેની નજર વછરાજાની સાહેબ ઉપર પડી તેમણે યલો શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું હતી. તેમના વ્હાઈટ બુટ, ઉતારેલા હતા, પીએસઓ તરફ તેમની પીઠ હતી. હાથમાં સળગતી અગરબત્તી હતી, જે તેઓ તેમના શ્રદ્ધેય અઘોરીબાબાની તસ્વીર સામે મુકી રહ્યા, લગભગ એકાદ મિનીટ સુધી બંન્ને હાથ જોડી શાંત મુદ્દ્રામાં બાબાની તસ્વીર સામે ઉભા રહ્યા, અને પાછા ફરતા તેમની નજર પીએસઓ ઉપર પડતા પ્રેમપુર્વક બોલ્યા ‘ રાજેન્દ્રસિંહ કેમ છો, ઘરે બધા કેમ છે’ રાજેન્દ્રસિંહ ગદગદ થઈ કારણ કે ડીસીપીએ તેના પરિવારના ખબર પુછ્યા હતા, તેણે નમ્રતાપુર્વક જવાબ આપ્યો ‘ મોટા દિકરાએ એન્જીનિયરીંગમાં એડમિશન લીધુ છે, નાનો હજી દસમાં છે’ વછારાજાની ખુરશીમાં બેસતા સલાહ આપી ‘ જુઓ બાપુઓ તો પોલીસમાં જ આવે છે, પણ હવે આપણુ ખાતુ પહેલા જેવુ રહ્યુ નથી, એટલે પોલીસ તો બનાવીશ નહીં. તેને ભણાવજે, કારણ પૈસા તો ખુટી પડતા સમય નહીં, લાગે પણ ભણેલુ ક્યારેય નકામુ નહીં જાય, હવેના સમયમાં પૈસા કોઈની પાસે છે , તે નહીં કોની પાસે કેટલુ જ્ઞાન છે તે જોવામાં આવશે અને જ્ઞાનીને ઘનવાન માનવામાં આવશે.’ રાજેન્દ્રસિંહ જી જી કરી રહ્યા હતા, જો કે પોલીસમાં ત્રીસ વર્ષ નોકરી કરી ચુકેલા રાજેન્દ્રસિંહ કેટલુ સમજ્યા હતા, તે કહેવુ મુશ્કેલ હતું. વાત બદલતા ખુદ ડીસીપીએ પુછ્યુ બોલો શુ લાવ્યા છો’ પીએસઓ પોતાના હાથમાં રહેલા વજનદાર ચોપડા ડીસીપીના ટેબલ ઉપર મુક્યા અને ગઈરાતથી આજ સવાર સુધી કઈ કઈ બાબતો બની તેનો ઉલ્લેખ કર્યો, હાથમાં રહેલી બંધ પેન વછરાજાની લખેલી એક એક લાઈન ઉપર ફેરવી વાંચી રહ્યા હતા.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-9
‘આદેશ સારો છે પણ પેલા મીયાઓની જ વાતો કરતાં NGO વાળાની સોબતે ચઢ્યો છે’
પ્રશાંત દયાળ: (શતરંજ: પ્રકરણ-8): બીજી તરફ ડેપ્યુટી કમિશનર વછરાજાની મંત્રીના ફોન પછી ડીસ્ટર્બ થઈ ગયા હતા. તેમને લાગતું કે કંઈ પણ સારૂ કરવા છતાં ક્રેડીટ મળી જ રહી ન્હોતી. ઓપરેશન અબ્દુલ પછી ચેનલો અને અખબારો જે રીતે રોપોર્ટિંગ કરી રહ્યાં હતા તેમને પણ રોકવાના હતા. વછરાજાની કોઈને ફોન કરી ઓફિસની બહાર નિકળ્યા ત્યારે તેમણે ઈકબાલને આવતા જોયો. તેમણે ડ્રાઈવરને કાર રોકવાની સુચના આપી. ઈકબાલ કારની નજીક આવતા તેમણે બારીનો કાચ નીચે કર્યો, તેમણે ઈકબાલ સામે જોયુ, તેમની આંખોમાં રહેલા પ્રશ્ન ઈકબાલ વાંચી શકતો હતો, તે પોતાનું મોંઢુ વછરાજાનીના કાન પાસે લાવ્યો કારણ કારમાં ડ્રાઈવર કમાન્ડો અને વાયરલેસ ઓપરેટર પણ હતા. ઈકબાલે નજીક આવીને કહ્યુ ‘ કામ હો ગયા સાબ’ ઠીકે બાદમેં બાત કરતે ’ તેમ કહી વછરાજાની ત્યાંથી રવાના થયા. તેમની કાર સીધી પાલડીમાં આવેલા બગડમ અખબારની કચેરીની બહાર ઉભી રહી. આદેશ આ અખબારમાં રિપોર્ટિંગ કરતો હતો. અખબારની કચેરીમાં દાખલ થયા પછી વછરાજાની સીધા આદેશના ટેબલ ઉપર ગયા, તેની પાસે જતા બોલ્યા ‘શુ આદેશ કુમાર અમારી પાછળ પડી ગયા છો’ આદેશે તેમની આંખોમાં જોઈ પુછ્યું ’‘ હુ પાછળ પડ્યો છું’ વછરાજાનીએ વાત વાળી લેતા કહ્યુ ‘ ના ના ભાઈ હું તો મઝાક કરી રહ્યો હતો. આ તો તારા તંત્રીનો ફોન આવ્યો હતો માટે ચ્હા પીવા આવ્યો છુ’ સાચી વાતો એવી હતી ખુદ વછરાજાની બગડમ અખબારના તંત્રી હિતેન માંગરોલીને સામે ચાલી મળવા આવ્યા હતા. તંત્રી હિતેનને કોઈ સંત્રી કે મંત્રી મળવા આવે તો મઝા પડતી હતી, તેમને મન તો ઘરે ભગવાન પધાર્યા હોય તેવો આનંદ થતો હતો.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-8
શતરંજ: ઇન્સપેક્ટર વિનય ગુનેગારના જ નહીં સ્વરૂપવાન યુવતીનું પણ ‘એન્કાઉન્ટર' કરતાં
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-7): બપોર થઈ ગઈ હતી, વિનય તોમરનું હજી ઓફિસમાં આગમન થયુ ન્હોતુ, એસીપી રામસિંહ પરમારનો કોન્સ્ટેબલ બે વખત મહેશ રાવને વિનય માટે પુછી ગયો હતો. વિનયનો રેગ્યુલર ફોન બંધ આવતો હતો, આવુ વિનય અનેક વખત કરતો હતો. ઓફિસ આવવામાં મોડુ થશે તેવી પણ કોઈને જાણ કરતો ન હતો. જો કે તેની જે રીતની કામગીરી હતી, તેના કારણે મોટા અધિકારીઓ પણ તેના આ વ્યવહારને ચલાવી લેતા હતા. બપોર પછી મહેશને પણ વિચાર આવ્યો કે હજી વિનય કેમ આવ્યો નથી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મહેશે વિચાર કર્યા પછી વિનયનો પર્સનલ ફોન હતો તે ડાયલ કર્યો. આ નંબર મહેશને બાદ કરતા કદાચ એકાદ બે પાસે જ હશે, વિનયે આ નંબર તેની પત્નીને પણ ન્હોતો આપ્યો . રીંગ વાગી, વિનયે ફોન ઉપાડતા જ મહેશે પુછ્યું ‘કયાં છે વિનય તુ’ તેણે તરત સામો સવાલ પુછ્યો ‘ કેમ શુ થયુ’ મહેશે જવાબ આપ્યો ‘ કંઈ થયુ નથી, પણ તુ છે ક્યા’? ‘એક કામ છુ’ મહેશને ખબર હતી કે તે સીધો જવાબ નહીં આપે માટે ડર બતાડતા કહ્યુ ‘ પરમાર સાહેબ તને સવારના શોધી રહ્યા છે’ તેણે બીન્દાસ થઈ જવાબ આપ્યો ‘ કઈ વાંધો નહીં પુછે તો કહે જે કે એક કામમાં છું’ મહેશ કંઈ પુછે તે પહેલા વિનયે ફોન કટ કરી નાખ્યો.
Tuesday, 28 March 2017
‘સાલી આપણી નોકરી જ એવી છે મુખ્યમંત્રીને છીંક આવે તો આપણે દોડવાનું’
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-6): હજી મહેશ ઉંધતો હતો, બે દિવસનો ઉજાગરો પણ હતો, તેના કાને અવાજ પડ્યો ‘જો બેટા દવા પીલે, દવા નહીં પીવે તો સારૂ કેવી રીતે થશે’ તેને લાગ્યુ કે સ્વપ્નમાં તે કંઈ સાંભળી રહ્યો છે, પણ પછી તેની આંખો બંધ હોવા છતાં તેને ખ્યાલ આવ્યો કે આ અવાજ તો તેની પત્ની કેતાનો અવાજ છે, તેણે આંખો ખોલી, તે બારીમાંથી સુર્યનો પ્રકાશ અંદર આવી રહ્યો હતો. તેના કારણે થોડીક ક્ષણ તેથી જીણી આંખો રાખી પ્રકાશમાં પોતાની આંખોને એડજેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો, બીજા રૂમમાંથી હતી, તેની પત્ની કેતા અને આઠ વર્ષની દીકરી મેઘાના સંવાદો સંભળાઈ રહ્યા હતા. તેણે તરત પોતાના શરીર ઉપર રહેલુ બ્લેન્કેટ હટાવ્યું અને બેડમાંથી ઉભો થઈ બાજુમાં આવેલા મેઘાના રૂમમાં ગયો તેણે જોયુ તે મેઘાની આંખો ખુલ્લી હતી. ચહેરો મુરઝાઈ ગયો હતો, કેતા તેને પરાણે દવા પીવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. મહેશે ‘ શુ થયુ’ તેવુ પુછતાં મેઘાના કપાળને સ્પર્શ કર્યો તેનું શરીર ઘગઘગતુ હતું, તેન લગભગ 103 જેવો તાવ હતો. મહેશે પત્ની સામે જોતા પુછયુ ‘ આટલો તાવ હતો તો મને ફોન તો કરવો હતો’ કેતાએ મેઘાના કપાળ ઉપર પાણીના પોતા મુકતા મહેશ સામે જોયા વગર કહ્યુ ‘હું ડૉક્ટર પાસે જઈ આવી હતી’ મહેશને લાગ્યુ કે કેતાની નારાજગી વ્યાજબી હતી, દીકરી આટલી બિમાર છે ત્યારે પણ એક પિતા તરીકે તેને ખબર જ ન્હોતી. મહેશ કંઈ બોલી શક્યો નહીં, તેની પાસે કોઈ શબ્દો ન્હોતો, તેને પોતાની ઉપર પણ ગુસ્સો આવી રહ્યો હતો. ઓફિસનું કામ પુરૂ થયા પછી તે ઘરે આવી શક્યો હોત, પણ તે બપોરે ઓફિસમાં જ સુઈ ગયો અને રાત્રે દારૂ પીવા જતો રહ્યો, જ્યારે સાંજે કેતાનો ફોન આવ્યો ત્યારે તે સાહેબ સાથે છે તેવુ બહાનું કર્યું, ત્યારે કેતાએ ખરેખર મેઘાની બીમારી માટે જ ફોન કર્યો હશે. આ બધા વિચારો આવતા મહેશ ડિસ્ટર્બ થઈ ગયો, તે ખુરશી લઈ મેઘાના બેડ પાસે બેસી ગયો, કેતા પોતા મુકી રહી હતી, તે તેણે લઈ લીધા અને તે પોતા મુકવા લાગ્યો એટલે મેઘા ઉભી થઈ ઘરનું કામ કરવા લાગી.
‘હું કોઈને આમંત્રણ આપતો નથી, કોઈ સ્ત્રી સામે ચાલી આવે તો ના પાડતો નથી’
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-5): એન્કાઉન્ટરના ઓપરેશન પછી ક્રાઈમ બ્રાન્ચમાં કાગળો તૈયાર કરતા બપોર થઈ ગઈ હતી. મહેશ અને વિનય પોતાની ચેમ્બરમાં જ ખાસ બનાવવામાં આવેલી એન્ટ્રી ચેમ્બરમાં આરામ કરવા જતા રહ્યા હતા. આખી રાત જાગતા હોવાને કારણે મહેશની આંખ ખુલી ત્યારે સાંજના સાત વાગ્યા હતા, તે મોંઢુ ધોઈ પોતાની ખુરશી ઉપર બેઠા. બેલ મારી કોન્સ્ટેબલ આવતા બે ચા લાવવાનું કહ્યુ સાથે તેણે કહ્યુ વિનયને બોલાવો. થોડીવારમાં ચા આવી ત્યારે કોન્સટેબલે કહ્યુ ‘ તોમર સાહેબ હજી આરામ કરે છે’ મહેશે તરત પોતાનો મોબાઈલ ફોન કાઢી વિનયને રિંગ મારી, લાંબી રિંગ પછી વિનયે ફોન ઉપાડ્યો, મહેશે તેને ઠપકો આપતો હોય તે રીતે કહ્યુ ‘અલ્યા કેટલાં વાગ્ય ભાન છે? જરા ઘડીયાળ જો, ચાલ જલદી મારી ચેમ્બરમાં આવ ચા આવી ગઈ છે.’ થોડીવારમાં વિનય મોંઢુ ધોઈને આવ્યો હોવા છતાં બગાસા ખાતો ખાતો, મહેશની ચેમ્બરમાં આવ્યો, બંન્ને ચા પી રહ્યાં હતાં ત્યારે મહેશે ટીવી ઓન કરી સમાચાર જોવાની શરૂઆત કર્યું. એટલે તરત તેને વિનયને કહ્યુ ‘ જો જો’ વિનયે ટીવી તરફ જોયુ, ટીવીમાં પોલીસ એન્કાઉન્ટરના સમાચાર ચાલી રહ્યા હતા, જેમા મહેશ અને વિનય પણ નજરે પડતા હતા. ન્યુઝ રીડર જાણે પોલીસે કારગીલ ઉપર ત્રિરંગો લહેરાવ્યો હોય અને ગુજરાતના માથે આવનારી કોઈ મોટી ધાતમાંથી લોકોને ઉગારી લીધા હોય તેવી રીતે પોલીસની શૌર્ય ગાથાનું વર્ણન કરતી હતી. વિનયને જાણે કે કોઈ રસ પડતો ના હોય તેમ તેણે ટીવી તરફ પોતાની પીઠ ફેરવી લીધી. મહેશ હજી સમાચાર જોઈ રહ્યો હતો. તેણે અચાનક વિનય સામે જોતા કહ્યુ ‘આજના ઓપરેશનું સેલિબ્રેશન તો થવુ જોઈને’ વિનયે ઠંડો પ્રતિભાવ આપતા કહ્યુ ‘ના મારે ઘરે જવુ છે,’ પછી છણકો કરતા કહ્યું ‘તારે તો રોજ સેલિબ્રેશન હોય છે, તને તો દારૂ પીવાના કારણની જરૂર હોય છે’ મહેશે વિનંતીના સુરમાં કહ્યુ ‘ અરે તને શુ ખબર પડે નશો કોને કહેવાય, કોઈ દિવસ પીધો છે, ચલ ચલ બહુ મોડુ નહીં કરીએ, વહેલા નિકળી જઈશુ, તને ખબર છે, મને કંપની વગર ફાવતુ નથી’ વિનયને ખબર હતી કે તે ના પાડશે તો પણ તેને મહેશ સાથે જવુ તો પડશે, એટલે તેણે ખુરશીમાંથી ઉભા થતા કહ્યું ‘ચલ જલદી કર હું મારૂ વેપન લઈને આવુ છું, પછી નિકળીએ’
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-5
મંત્રી ઠાકોરની યાદીમાં અનેક પ્યાદાઓ હતા, જેમાં વછરાજાની અને પરમારનો પણ સમાવેશ થતો
પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-4): સચિવાયલમાં આવેલી ગૃહરાજય મંત્રી અમર ઠાકોરની વિશાળ ચેમ્બરમાં દાખલ થતાં ડીસીપી જે કે વછરાજાનીએ મંત્રીને સાવધાન પોઝિશનમાં સલામ કરતા કહ્યું ‘જયહિન્દ સાહેબ’ લીલી પેનથી ફાઈલ નોટિંગ કરી રહેલા મંત્રી માત્ર આંખ ઊંચી કરી વછરાજાની સામે જોતા ‘જય હિન્દ કહ્યું અને ફાઈલમાં નોટિંગ ચાલુ રાખ્યું, થોડી મીનીટો સુધી ફાઈલ નોટિંગ કરતા રહ્યા ત્યાં સુધી વછરાજાની ઊભા જ હતા, અચાનક મંત્રીનું ધ્યાન જતાં તેમણે કહ્યું ‘અરે વછરાજાની ટેક યોર સીટ’ આવુ મંત્રી ઈરાદાપુર્વક કરતા હતા, તે સામેવાળાને તારી હેસીયત મારા કરતા નીચી છે, તે બતાડવા આવા સસ્તા રસ્તા અપનાવતા હતા, વછરાજાની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા, મંત્રીનું કામ ચાલુ હતું, તેમણે બેલ દબાવી એટલે તરત પટાવાળો અંદર આવ્યો મંત્રી ઉપર જોયા વગર જ કહ્યું ‘ચા’ પટાવાળો ગયો અને તરત ચા લઈ આવ્યો, જો કે ચા આવતા મંત્રીએ કપ હાથમાં લીધો અને ચા પીવાની શરૂઆત કરી, તેમણે વછરાજાને ચા પીસો તેવું પુછયુ પણ નહીં, વછરાજાની ઉત્સુક હતા કે કયારે મંત્રીને એન્કાઉન્ટર અંગે વાત કરુ, પણ જાણે મંત્રીને તેનું મહત્વ જ ના હોય તેવો તે દેખાવ કરી રહ્યા હતા. મંત્રી મોટા ભાગે સફેદ લેંઘો-ઝભ્ભો જ પહેરતા હતા, ઓછી હાઈટ અને વચ્ચેથી વાળ જતા રહ્યા હતા, તેમનું કદાવર પેટ જાણે ઝભ્ભો ફાડી બહાર નિકળવાનો પ્રયત્ન કરતુ હોય તેવું લાગતુ હતું. ચેમ્બરમાં મંત્રીનો રાષ્ટ્રીય નેતા સાથે મોટો ફોટો હતો, તે જોઈને લાગતુ કે રાષ્ટ્રીય નેતા સાથે કોઈ ડોનનો ફોટો હોય, જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણમાં ડોનની અનિવાર્યતા વધી ગઈ હતી.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-4
Saturday, 25 March 2017
DCP વછરાજાની અધોરી બાબાનાં ચરણોમાં ઝૂક્યા અને તેમની જિંદગીમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-3): સવાર થતાં જ પત્રકારો મોટી સંખ્યામાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ભેગા થયા હતા. જેમાં ટેલિવીઝન ચેનલના પત્રકારો પોતાની કેમેરા ટીમ સાથે હોવાને કારણે તેમની હાજરી ઉડીને આંખે વળગતી. કેમેરામેન ક્રાઈમ બ્રાન્ચ આવતા પહેલા નરોલ એન્કાઉન્ટર સ્પોટ ઉપર જઈને આવ્યા હતાં. ત્યાંના વિઝ્યુઅલ મળી ગયા હતા. ઘટનમા સ્થળ ઉપર હાજર ઈન્સપેક્ટર મહેશ રાવ અને વિનય તોમરે વિનંતી કરી હતી કે તેઓ એન્કાઉન્ટર અંગે કોઈ વાત નહીં કરે કારણે ડીસીપી વછરાજાની પત્રકારોને બ્રિફિંગ આપવાના છે, તેના કારણે ફોટોગ્રાફર અને કેમેરામેન સાથે પત્રકારો સવારથી જ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ બહાર એકઠા થયા હતા. જો કે ક્રાઈમ બ્રાન્ચના તોંતિંગ લોંખડી દરવાજા હજી પત્રકારો માટે ખુલ્યા ન્હોતા.
એસીપી પરમારનો ફોન હવે સ્વીચ ઓફ આવતો હતો, જ્યારે ડીસીપી વછરાજાની કોઈ પણ પત્રકારનો ફોન રિસિવ કરતા ન્હોતા. દરવાજે ઉભો રહેલો સંત્રી વિનંતીના સુરમાં પત્રકારોને ‘ હજી સાહેબ આવ્યા નથી અને તમને અંદર જવા દેવા અંગે કોઈ સુચના નથી’ ગુનેગારોમાં જ નહીં પણ પોલીસમાં પણ વછરાજાનીનો ખોફ હતો.તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરનાર પોલીસને ફટકારતા, પત્રકાર સંત્રીની સ્થિતી સમજતા હતા એટલે તેની સાથે કોઈ માથાકુટ કરવાને બદલે તેમણે રાહ જોવાનું જમુનાસીફ માન્યુ હતું.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-3&category=exclusive
મજીદે હાથ જોડી કહ્યું સર ગુજરાત છોડકે ચલા જાઉગા, કભી લૌટ કે નહીં આઉગા
પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-2): ઈન્સપેક્ટર મહેશ રાવ માટે આ ઓપરેશન કંઈ પહેલુ ન્હોતુ, અગાઉ પણ આવા ચાર ઓપરેશન સફળતાપુર્વક પાર પાડી ચુક્યો હતો. પિતા પોલીસમાં હતા, કોન્સ્ટેબલથી લઈ નિવૃત્તી વખતે જમાદાર સુધી પહોંચેલા, તેના કારણે રાવની જીંદગી પોલીસ લાઈનમાં જ પસાર થઈ હતી. ખાખી પ્રત્યે પહેલાથી જ લગાવ હતો. પિતા અત્યંત પ્રમાણિક હતા, રાવને બીજા બે મોટા ભાઈઓ હતા, આમ કુલ પાંચ વ્યક્તિનો પરિવાર હતો. જેના કારણે પિતાના ટુંકા પગારમાં પુરૂ થવુ મુશ્કેલ હતું. પોલીસ લાઈનમાં રહેતા અન્ય પોલીસવાળાને ત્યાં થતી ઉપરની કમાણી રાવની માતા જોતી, ઘણી વખત ઘરમાં પૈસાની તંગી હોય ત્યારે મા-બાપ વચ્ચે તકરાર પણ થતી. રાવના પિતા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતા કે કોઈના નિસાસાનો પૈસો ઘરમાં આવશે તો ક્યારેય સુખ નહીં મળે. રાવની માતાને પણ આ વાત સમજાતી હતી, પણ જ્યારે પોતાના સંતાનોને પૈસાના અભાવે તકલીફમાં જોતી ત્યારે તેનો ગુસ્સો ફાટી પડતો, ત્યારે ઘરમાં ખુબ ઝઘડો થતો. ક્યારેક રાવના પિતા ગુસ્સામાં આવી હાથ પણ ઉપાડી બેસતા હતા, પછી થોડીવાર પછી પિતા ખુદ પણ રડી પડતા હતા. મહેશ ઘરમાં તે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરતો હતો. મહેશના માતા-પિતાને ત્યારે આધાત લાગ્યો જ્યારે મહેશના બંન્ને મોટા ભાઈઓ ભણીને નોકરીએ લાગી ગયા ત્યારે તેઓ જુદા રહેવા જતાં રહ્યા. મહેશને નોકરી મળે તેની પિતાને ચિંતા હતી, કારણ કે હવે તેમને નિવૃત્તિ આવવાની હતી, પૈસાની તકલીફ પડવાની હતી, પણ છ મહિનામાં પોલીસ લાઈનનું મકાન પણ ખાલી કરવાનું હતું, ત્યારે સબઈન્સપેક્ટર તરીકેની ભરતી આવી. જ્યારે મહેશે પિતાને પુછ્યું કે તે એપ્લાય કરે? ત્યારે તેમનો મિશ્ર પ્રતિભાવ હતો, આટલા વર્ષો પોલીસમાં નોકરી કર્યા પછી તેમનું મન તેમને કહેતુ હતું કે દિકરો પોલીસ ખાતામાં ના જાય તો સારૂ છે. બીજી તરફ આખી જીંદગી પોતાના ઉપરી અધિકારીઓને સલામો મારી હોવાને કારણે પિતાને થતુ કે મારો દિકરો પણ પોલીસ અધિકારી હોય અને તેને પણ પોલીસવાળા સલામ કરતા હોય. આખરે તેમણે પોલીસમાં જવાની મંજુરી આપી.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-2&category=exclusive
ACP પરમારની જીપમાં રહેલા વાયરલેસ સેટ ઉપર સંદેશો શરૂ થયો ‘કંટ્રોલ કોલિંગ ટુ ક્રાઈમ-1’
પ્રશાંત દયાળ (શતરંજ-પ્રકરણ 1): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની બાજુમાં આવેલી પોલીસ લાઈનમાં રાતના બારના ડંકા વાગ્યા, ક્રાઈમ બ્રાન્ચની બહાર કેટલાંક પોલીસ કોન્સ્ટેબલ કોન્સટેબલ જીપમાં બેઠા હતાં તો કેટલાંક લોંખડી દરવાજાની પાસે આવેલા ઓટલા ઉપર બેઠા હતા. બારના ડંકા વાગ્યા તેમ છતાં કેટલાંક કોન્સ્ટેબલ્સે આદત પ્રમાણે કાંડા ઘડીયાળમાં જોયુ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રામસિંહ જયરાજસિંહ પરમારની જીપનો ડ્રાઈવર ભીમો ડ્રાઈવર સીટ ઉપર જ બેઠો હતો. બાજુની સીટમાં વાયરલેસ ઓપરેટર મુળરાજ બેઠો હતો. બારના ડંકા વાગતા મુળરાજે ડ્રાઈવર ભીમા સામે જોઈને પુછ્યું ક્યા જવાનું છે? સવાલ સાંભળી ભીમો જાણે નારાજ થયો હોય તેમ તેણે સામો સવાલ કરતા પુછ્યું ‘સાહેબને પુછો ક્યા જવાનું છે, મારૂ કામ તો ગાડી ચલાવવાનું છે, સાહેબ જ્યા કહે ત્યાં’ મુળરાજ ગાડીને નીચે ઉતર્યો ખીસ્સામાંથી બીડી-બાકસ કાઢ્યા, બીડીની ગડી નવી હતી, તેને છુટી પાડવા હાથની બન્ને હથેળીઓમાં તેને ગોળ ગોળ ફેરવી, ગડીનું મોઢુ ખોલી સારી બીડી પસંદ કરી, બીડી સળગાવી ત્યાં જ ઈન્સપેક્ટર મહેશ રાવની ગાડીમાં બેઠેલા કોન્સટેબલે બુમ પાડી ‘ બાપુ અમને તો પીવડાવો’ મુળરાજે વળતો જવાબ આપ્યો ‘ લેને ભાઈલા.’, કોન્સટેબલ મુળરાજની પાસે આવ્યો તેણે એક બીડી લઈ સળગાવી કશ મારવાની શરૂઆત કરી, ત્યાં એસીપી પરમારની જીપમાં રહેલા વાયરલેસ સેટ ઉપર સંદેશો શરૂ થયો, ‘કંટ્રોલ કોલિંગ ટુ, ક્રાઈમ 1.’.ભીમાએ તરત મેસેજ આવતા બુમ પાડી.. પોલીસના તમામ વાહનમાં જેમાં વાયરલેસ સેટ લાગેલો હોય તેમાં એક કોન્સટેબલની જવાબદારી વાયરલેસ ઓપરેટર તરીકેની હોય છે. મુળરાજ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. આજે તેની નાઈટ ડ્યુટી હતી. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પોલીસના તમામ વાહનોને એક ખાસ પ્રકારનો નંબર આપવામાં આવે છે એટલે વાયરલેસ ઓપરેટર સંદેશો આપતા અગાઉ તે નંબરનો ઉલ્લેખ કરે છે, જેને પોલીસની ભાષામાં કોલ સાઈન કહેવામાં આવે છે. એટલે એસીપી પરમારની કારની કોલ સાઈન ક્રાઈમ -1 હતી.. કંટ્રોલ રૂમ દ્વારા ક્રાઈમ -1ના નામે સંદેશો હતો એટલે ઓપરેટર મુળરાજે તેનો જવાબ આપવાનો હતો.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-1&category=exclusive
Subscribe to:
Posts (Atom)


















