Adv

G Adv

Monday, 3 April 2017

તોમરે એકની છાતી પર પિસ્તોલ મૂકી કહ્યું ‘ગોલી માર દુંગા ચાલાકી મત કરના’

Shatranj Political Encounters Unveiled Part 12




















પ્રશાંત દયાળ (પ્રકરણ-12): જીપ ચાર રસ્તા ઉપર આવતા વિનયે ડ્રાઈવરને જમણી તરફના રસ્તે જીપ લઈ જવા માટે સુચના આપી, હેડ લાઈટ બંધ કરાવી જીપ ધીમી ગતીએ આગળ વધી રહી હતી, મોટા ભાગના લોકો ઘરમાં સુવા માટે જતા રહ્યા હતા, કેટલાક ઘરોમાં  હજી લાઈટ સળગી રહી હતી, ગલીમાં બંન્ને તરફ મકાનો અને વચ્ચે દુકાનો હતી, બંધ હતી પણ તેની બહાર કયાંક કયાંક યુવાનો બાઈક પાર્ક કરી ગપ્પા મારી રહ્યા હતા, જો કે પોલીસના વાહનો જોતા કઈ પણ બોલ્યા વગર કીક મારી નિકળી જતા હતા, રસ્તે જતી એકલ દોકલ વ્યક્તિ પોલીસના વાહનોને કુતુહલવશ જોઈ રહી હતી. ઈન્સપેકટર વિનય તોમરને બાદ કરતા આખી ટીમ ઓપરેશનથી અજાણ હતી, કમાન્ડોને તો સુચનાનો અમલ કરવાનો હતો, તેઓના તમામના હાથમાં ઓટોમેટીક રાયફલ અને શરીર ઉપર બુલેટપ્રુફ જાકીટ હતા, તેમની ચકોર આંખો ચારે તરફ ફરી હતી, જે તેમની ટ્રેનીંગનો જ એક ભાગ હતી. ગલીમાં લગભગ બે કિલોમીટર અંદર ગયા પછી અંધારામાં એક કાર નજરે પડી વિનયે ડ્રાઈવરને ડીપર મારવાની સુચના આપી. લાઈટ થતાં બ્લેક કલરની વરના કાર નજરે પડી, એક સો મીટર દુર બંધ કરી વાહનો થભી ગયા, વિનયે ઓછામાં ઓછા શબ્દોમાં વાત શરૂ કરી કમાન્ડો નીચે આવી ગયા, હતા, કાર પડી હતી તે મકાનને ઘેરી લેવાની સુચના આપી, કમાન્ડો પોતાના જમણા હાથની પહેલી આંગળી ટ્રીગર ઉપર મુકી પહેલા એક કમાન્ડો ઝડપી પગલે ઘરના મુખ્ય દરવાજા સુધી ગયો અને પોઝીશન લઈ ગોઠવાઈ ગયો. બાદમાં તેણે બીજા કમાન્ડોને ઈશારો કયોઁ અને તે પણ ધીમે દોડતા ઘરની બંધ બારી પાસે પોઝિશન લઈ ઊભો રહ્યો એક પછી એક કમાન્ડોએ પોતાની જગ્યા લઈ લીધી હતી, તે આવનારી તમામ પરિસ્થિતિ માટે તૈયાર હતા. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-12

No comments:

Post a Comment