Adv

G Adv

Saturday, 25 March 2017

મજીદે હાથ જોડી કહ્યું સર ગુજરાત છોડકે ચલા જાઉગા, કભી લૌટ કે નહીં આઉગા

Shatranj Political Encounters Unveiled Part 2

પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-2): ઈન્સપેક્ટર મહેશ રાવ માટે આ ઓપરેશન કંઈ પહેલુ ન્હોતુ, અગાઉ પણ આવા ચાર ઓપરેશન સફળતાપુર્વક પાર પાડી ચુક્યો હતો. પિતા પોલીસમાં હતા, કોન્સ્ટેબલથી લઈ નિવૃત્તી વખતે જમાદાર સુધી પહોંચેલા, તેના કારણે રાવની જીંદગી પોલીસ લાઈનમાં જ પસાર થઈ હતી. ખાખી પ્રત્યે પહેલાથી જ લગાવ હતો. પિતા અત્યંત પ્રમાણિક હતા, રાવને બીજા બે મોટા ભાઈઓ હતા, આમ કુલ પાંચ વ્યક્તિનો પરિવાર હતો. જેના કારણે પિતાના ટુંકા પગારમાં પુરૂ થવુ મુશ્કેલ હતું. પોલીસ લાઈનમાં રહેતા અન્ય પોલીસવાળાને ત્યાં થતી ઉપરની કમાણી રાવની માતા જોતી, ઘણી વખત ઘરમાં પૈસાની તંગી હોય ત્યારે મા-બાપ વચ્ચે તકરાર પણ થતી. રાવના પિતા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતા કે કોઈના નિસાસાનો પૈસો ઘરમાં આવશે તો ક્યારેય સુખ નહીં મળે. રાવની માતાને પણ આ વાત સમજાતી હતી, પણ જ્યારે પોતાના સંતાનોને પૈસાના અભાવે તકલીફમાં જોતી ત્યારે તેનો ગુસ્સો ફાટી પડતો, ત્યારે ઘરમાં ખુબ ઝઘડો થતો. ક્યારેક રાવના પિતા ગુસ્સામાં આવી હાથ પણ ઉપાડી બેસતા હતા, પછી થોડીવાર પછી પિતા ખુદ પણ રડી પડતા હતા. મહેશ ઘરમાં તે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરતો હતો. મહેશના માતા-પિતાને ત્યારે આધાત લાગ્યો જ્યારે મહેશના બંન્ને મોટા ભાઈઓ ભણીને નોકરીએ લાગી ગયા ત્યારે તેઓ જુદા રહેવા જતાં રહ્યા. મહેશને નોકરી મળે તેની પિતાને ચિંતા હતી, કારણ કે હવે તેમને નિવૃત્તિ  આવવાની હતી, પૈસાની તકલીફ પડવાની હતી, પણ છ મહિનામાં પોલીસ લાઈનનું મકાન પણ ખાલી કરવાનું હતું, ત્યારે સબઈન્સપેક્ટર તરીકેની ભરતી આવી. જ્યારે મહેશે પિતાને પુછ્યું કે તે એપ્લાય કરે? ત્યારે તેમનો મિશ્ર પ્રતિભાવ હતો, આટલા વર્ષો પોલીસમાં નોકરી કર્યા પછી તેમનું મન તેમને કહેતુ હતું કે દિકરો પોલીસ ખાતામાં ના જાય તો સારૂ છે. બીજી તરફ આખી જીંદગી પોતાના ઉપરી અધિકારીઓને સલામો મારી હોવાને કારણે પિતાને થતુ કે મારો દિકરો પણ પોલીસ અધિકારી હોય અને તેને પણ પોલીસવાળા સલામ કરતા હોય. આખરે તેમણે પોલીસમાં જવાની મંજુરી આપી. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-2&category=exclusive

1 comment:

  1. Not able to read full article. can any one send me the link to read full article as well as whole story.

    ReplyDelete