પ્રશાંત દયાળ (શતરંજ-પ્રકરણ 1): અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની બાજુમાં આવેલી પોલીસ લાઈનમાં રાતના બારના ડંકા વાગ્યા, ક્રાઈમ બ્રાન્ચની બહાર કેટલાંક પોલીસ કોન્સ્ટેબલ કોન્સટેબલ જીપમાં બેઠા હતાં તો કેટલાંક લોંખડી દરવાજાની પાસે આવેલા ઓટલા ઉપર બેઠા હતા. બારના ડંકા વાગ્યા તેમ છતાં કેટલાંક કોન્સ્ટેબલ્સે આદત પ્રમાણે કાંડા ઘડીયાળમાં જોયુ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રામસિંહ જયરાજસિંહ પરમારની જીપનો ડ્રાઈવર ભીમો ડ્રાઈવર સીટ ઉપર જ બેઠો હતો. બાજુની સીટમાં વાયરલેસ ઓપરેટર મુળરાજ બેઠો હતો. બારના ડંકા વાગતા મુળરાજે ડ્રાઈવર ભીમા સામે જોઈને પુછ્યું ક્યા જવાનું છે? સવાલ સાંભળી ભીમો જાણે નારાજ થયો હોય તેમ તેણે સામો સવાલ કરતા પુછ્યું ‘સાહેબને પુછો ક્યા જવાનું છે, મારૂ કામ તો ગાડી ચલાવવાનું છે, સાહેબ જ્યા કહે ત્યાં’ મુળરાજ ગાડીને નીચે ઉતર્યો ખીસ્સામાંથી બીડી-બાકસ કાઢ્યા, બીડીની ગડી નવી હતી, તેને છુટી પાડવા હાથની બન્ને હથેળીઓમાં તેને ગોળ ગોળ ફેરવી, ગડીનું મોઢુ ખોલી સારી બીડી પસંદ કરી, બીડી સળગાવી ત્યાં જ ઈન્સપેક્ટર મહેશ રાવની ગાડીમાં બેઠેલા કોન્સટેબલે બુમ પાડી ‘ બાપુ અમને તો પીવડાવો’ મુળરાજે વળતો જવાબ આપ્યો ‘ લેને ભાઈલા.’, કોન્સટેબલ મુળરાજની પાસે આવ્યો તેણે એક બીડી લઈ સળગાવી કશ મારવાની શરૂઆત કરી, ત્યાં એસીપી પરમારની જીપમાં રહેલા વાયરલેસ સેટ ઉપર સંદેશો શરૂ થયો, ‘કંટ્રોલ કોલિંગ ટુ, ક્રાઈમ 1.’.ભીમાએ તરત મેસેજ આવતા બુમ પાડી.. પોલીસના તમામ વાહનમાં જેમાં વાયરલેસ સેટ લાગેલો હોય તેમાં એક કોન્સટેબલની જવાબદારી વાયરલેસ ઓપરેટર તરીકેની હોય છે. મુળરાજ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. આજે તેની નાઈટ ડ્યુટી હતી. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પોલીસના તમામ વાહનોને એક ખાસ પ્રકારનો નંબર આપવામાં આવે છે એટલે વાયરલેસ ઓપરેટર સંદેશો આપતા અગાઉ તે નંબરનો ઉલ્લેખ કરે છે, જેને પોલીસની ભાષામાં કોલ સાઈન કહેવામાં આવે છે. એટલે એસીપી પરમારની કારની કોલ સાઈન ક્રાઈમ -1 હતી.. કંટ્રોલ રૂમ દ્વારા ક્રાઈમ -1ના નામે સંદેશો હતો એટલે ઓપરેટર મુળરાજે તેનો જવાબ આપવાનો હતો.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-1&category=exclusive
No comments:
Post a Comment