Adv

G Adv

Friday, 31 March 2017

રજીયાને જોતા પાનસુરીયાને લાગ્યુ કે આટલી સુંદરતા તો એક જ આરસમાંથી કંડારેલી પ્રતિમામાં હોય

Shatranj Political Encounters Unveiled Part 9 

પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-9):  ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશન ઓફિસરના ટેબલ ઉપર પડેલા ફોનની ઘંટડી રણકી તેણે ફોન ઉપાડતા કહ્યુ ‘નમસ્કાર ક્રાઈમ બ્રાન્ચ’ એકાદ ક્ષણ ફોન સાંભળી ફોન મુકી, દિવાલ ઉપર રહેલી ઘડીયાળ તરફ નજર કરી. હજી દસ વાગી રહ્યા હતા, તે મનોમન બોલ્યો, આજે વહેલા આવી રહ્યા છે. સામે બેઠેલા પીએસઓએ કોન્સ્ટેબલને ઉતાવળના સ્વરમાં ‘જલદી ડીસીપી સાહેબની ચેમ્બરનું એસી ચાલુ કરી દે, ગાંધીનગરથી નિકળી ગયા છે.’ કોન્સ્ટેબલ તરત ત્યાંથી એસી ચાલુ કરવા ચેમ્બર તરફ ગયો. ડીસીપી જે. કે. વછરાજાની એસીની એટલી આદત પડી ગઈ હતી કે તેમને ઘરેથી અથવા ઓફિસેથી બહાર જવાનું હોય તો તેના અડધો કલાક પહેલા ડ્રાઈવર કારનું એસી ચાલુ કરી દેતો અને જો ઓફિસ આવવાના હોય તો તેમના આવતા પહેલા તેમનો ડ્રાઈવર ફોનથી ઓફિસમાં જાણ કરી દેતો જેથી રૂમ ચીલ્ડ થઈ જાય. વછરાજાનીને ગાંઘીનગરમાં હવેલી જેવો વિશાળ બંગલો હતો, તેમની રહેણીકરણી કોઈ રાજા-મહારાજા કરતા ઓછી ન્હોતી. જો કે માંસ અને મદીરાને સ્પર્શ કરતા ન્હોતા. બરાબર સાડા દસ વાગે તેમની કાર ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ થઈ, સામાન્ય રીતે તેઓ કોઈ દિવસ બાર-એક વાગ્યા પહેલા ક્રાઈમ બ્રાન્ચ આવતા ન્હોતા,સંત્રીને પણ આશ્ચર્ય થયુ હતું. વછરાજાની ચેમ્બરમાં દાખલ થયા, થોડી મિનિટોમાં તેમની પાછળ એફઆઈઆર અને સ્ટેશન ડાયરી લઈ પીએસઓ આવ્યો, તેણે દાખલ થતાં તેની નજર વછરાજાની સાહેબ ઉપર પડી તેમણે યલો શર્ટ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું હતી. તેમના વ્હાઈટ બુટ, ઉતારેલા હતા, પીએસઓ તરફ તેમની પીઠ હતી. હાથમાં સળગતી અગરબત્તી હતી, જે તેઓ તેમના શ્રદ્ધેય અઘોરીબાબાની તસ્વીર સામે મુકી રહ્યા, લગભગ એકાદ મિનીટ સુધી બંન્ને હાથ જોડી શાંત મુદ્દ્રામાં બાબાની તસ્વીર સામે ઉભા રહ્યા, અને પાછા ફરતા તેમની નજર પીએસઓ ઉપર પડતા પ્રેમપુર્વક બોલ્યા ‘ રાજેન્દ્રસિંહ કેમ છો, ઘરે બધા કેમ છે’ રાજેન્દ્રસિંહ ગદગદ થઈ કારણ કે ડીસીપીએ તેના પરિવારના ખબર પુછ્યા હતા, તેણે નમ્રતાપુર્વક જવાબ આપ્યો ‘ મોટા દિકરાએ એન્જીનિયરીંગમાં એડમિશન લીધુ છે, નાનો હજી દસમાં છે’ વછારાજાની ખુરશીમાં બેસતા સલાહ આપી ‘ જુઓ બાપુઓ તો પોલીસમાં જ આવે છે, પણ હવે આપણુ ખાતુ પહેલા જેવુ રહ્યુ નથી, એટલે પોલીસ તો બનાવીશ નહીં. તેને ભણાવજે, કારણ પૈસા તો ખુટી પડતા સમય નહીં, લાગે પણ ભણેલુ ક્યારેય નકામુ નહીં જાય, હવેના સમયમાં પૈસા કોઈની પાસે છે , તે નહીં કોની પાસે કેટલુ જ્ઞાન છે તે જોવામાં આવશે અને જ્ઞાનીને ઘનવાન માનવામાં આવશે.’ રાજેન્દ્રસિંહ જી જી કરી રહ્યા હતા, જો કે પોલીસમાં ત્રીસ વર્ષ નોકરી કરી ચુકેલા રાજેન્દ્રસિંહ કેટલુ સમજ્યા હતા, તે કહેવુ મુશ્કેલ હતું. વાત બદલતા ખુદ ડીસીપીએ પુછ્યુ બોલો શુ લાવ્યા છો’ પીએસઓ પોતાના હાથમાં રહેલા વજનદાર ચોપડા ડીસીપીના ટેબલ ઉપર મુક્યા અને ગઈરાતથી આજ સવાર સુધી કઈ કઈ બાબતો બની તેનો ઉલ્લેખ કર્યો, હાથમાં રહેલી બંધ પેન વછરાજાની લખેલી એક એક લાઈન ઉપર ફેરવી વાંચી રહ્યા હતા. 

આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-9

No comments:

Post a Comment