પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-7): બપોર થઈ ગઈ હતી, વિનય તોમરનું હજી ઓફિસમાં આગમન થયુ ન્હોતુ, એસીપી રામસિંહ પરમારનો કોન્સ્ટેબલ બે વખત મહેશ રાવને વિનય માટે પુછી ગયો હતો. વિનયનો રેગ્યુલર ફોન બંધ આવતો હતો, આવુ વિનય અનેક વખત કરતો હતો. ઓફિસ આવવામાં મોડુ થશે તેવી પણ કોઈને જાણ કરતો ન હતો. જો કે તેની જે રીતની કામગીરી હતી, તેના કારણે મોટા અધિકારીઓ પણ તેના આ વ્યવહારને ચલાવી લેતા હતા. બપોર પછી મહેશને પણ વિચાર આવ્યો કે હજી વિનય કેમ આવ્યો નથી અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મહેશે વિચાર કર્યા પછી વિનયનો પર્સનલ ફોન હતો તે ડાયલ કર્યો. આ નંબર મહેશને બાદ કરતા કદાચ એકાદ બે પાસે જ હશે, વિનયે આ નંબર તેની પત્નીને પણ ન્હોતો આપ્યો . રીંગ વાગી, વિનયે ફોન ઉપાડતા જ મહેશે પુછ્યું ‘કયાં છે વિનય તુ’ તેણે તરત સામો સવાલ પુછ્યો ‘ કેમ શુ થયુ’ મહેશે જવાબ આપ્યો ‘ કંઈ થયુ નથી, પણ તુ છે ક્યા’? ‘એક કામ છુ’ મહેશને ખબર હતી કે તે સીધો જવાબ નહીં આપે માટે ડર બતાડતા કહ્યુ ‘ પરમાર સાહેબ તને સવારના શોધી રહ્યા છે’ તેણે બીન્દાસ થઈ જવાબ આપ્યો ‘ કઈ વાંધો નહીં પુછે તો કહે જે કે એક કામમાં છું’ મહેશ કંઈ પુછે તે પહેલા વિનયે ફોન કટ કરી નાખ્યો.
No comments:
Post a Comment