પ્રશાંત દયાળ (શતરંજ: પ્રકરણ-5): એન્કાઉન્ટરના ઓપરેશન પછી ક્રાઈમ બ્રાન્ચમાં કાગળો તૈયાર કરતા બપોર થઈ ગઈ હતી. મહેશ અને વિનય પોતાની ચેમ્બરમાં જ ખાસ બનાવવામાં આવેલી એન્ટ્રી ચેમ્બરમાં આરામ કરવા જતા રહ્યા હતા. આખી રાત જાગતા હોવાને કારણે મહેશની આંખ ખુલી ત્યારે સાંજના સાત વાગ્યા હતા, તે મોંઢુ ધોઈ પોતાની ખુરશી ઉપર બેઠા. બેલ મારી કોન્સ્ટેબલ આવતા બે ચા લાવવાનું કહ્યુ સાથે તેણે કહ્યુ વિનયને બોલાવો. થોડીવારમાં ચા આવી ત્યારે કોન્સટેબલે કહ્યુ ‘ તોમર સાહેબ હજી આરામ કરે છે’ મહેશે તરત પોતાનો મોબાઈલ ફોન કાઢી વિનયને રિંગ મારી, લાંબી રિંગ પછી વિનયે ફોન ઉપાડ્યો, મહેશે તેને ઠપકો આપતો હોય તે રીતે કહ્યુ ‘અલ્યા કેટલાં વાગ્ય ભાન છે? જરા ઘડીયાળ જો, ચાલ જલદી મારી ચેમ્બરમાં આવ ચા આવી ગઈ છે.’ થોડીવારમાં વિનય મોંઢુ ધોઈને આવ્યો હોવા છતાં બગાસા ખાતો ખાતો, મહેશની ચેમ્બરમાં આવ્યો, બંન્ને ચા પી રહ્યાં હતાં ત્યારે મહેશે ટીવી ઓન કરી સમાચાર જોવાની શરૂઆત કર્યું. એટલે તરત તેને વિનયને કહ્યુ ‘ જો જો’ વિનયે ટીવી તરફ જોયુ, ટીવીમાં પોલીસ એન્કાઉન્ટરના સમાચાર ચાલી રહ્યા હતા, જેમા મહેશ અને વિનય પણ નજરે પડતા હતા. ન્યુઝ રીડર જાણે પોલીસે કારગીલ ઉપર ત્રિરંગો લહેરાવ્યો હોય અને ગુજરાતના માથે આવનારી કોઈ મોટી ધાતમાંથી લોકોને ઉગારી લીધા હોય તેવી રીતે પોલીસની શૌર્ય ગાથાનું વર્ણન કરતી હતી. વિનયને જાણે કે કોઈ રસ પડતો ના હોય તેમ તેણે ટીવી તરફ પોતાની પીઠ ફેરવી લીધી. મહેશ હજી સમાચાર જોઈ રહ્યો હતો. તેણે અચાનક વિનય સામે જોતા કહ્યુ ‘આજના ઓપરેશનું સેલિબ્રેશન તો થવુ જોઈને’ વિનયે ઠંડો પ્રતિભાવ આપતા કહ્યુ ‘ના મારે ઘરે જવુ છે,’ પછી છણકો કરતા કહ્યું ‘તારે તો રોજ સેલિબ્રેશન હોય છે, તને તો દારૂ પીવાના કારણની જરૂર હોય છે’ મહેશે વિનંતીના સુરમાં કહ્યુ ‘ અરે તને શુ ખબર પડે નશો કોને કહેવાય, કોઈ દિવસ પીધો છે, ચલ ચલ બહુ મોડુ નહીં કરીએ, વહેલા નિકળી જઈશુ, તને ખબર છે, મને કંપની વગર ફાવતુ નથી’ વિનયને ખબર હતી કે તે ના પાડશે તો પણ તેને મહેશ સાથે જવુ તો પડશે, એટલે તેણે ખુરશીમાંથી ઉભા થતા કહ્યું ‘ચલ જલદી કર હું મારૂ વેપન લઈને આવુ છું, પછી નિકળીએ’
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-5
No comments:
Post a Comment