પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-4): સચિવાયલમાં આવેલી ગૃહરાજય મંત્રી અમર ઠાકોરની વિશાળ ચેમ્બરમાં દાખલ થતાં ડીસીપી જે કે વછરાજાનીએ મંત્રીને સાવધાન પોઝિશનમાં સલામ કરતા કહ્યું ‘જયહિન્દ સાહેબ’ લીલી પેનથી ફાઈલ નોટિંગ કરી રહેલા મંત્રી માત્ર આંખ ઊંચી કરી વછરાજાની સામે જોતા ‘જય હિન્દ કહ્યું અને ફાઈલમાં નોટિંગ ચાલુ રાખ્યું, થોડી મીનીટો સુધી ફાઈલ નોટિંગ કરતા રહ્યા ત્યાં સુધી વછરાજાની ઊભા જ હતા, અચાનક મંત્રીનું ધ્યાન જતાં તેમણે કહ્યું ‘અરે વછરાજાની ટેક યોર સીટ’ આવુ મંત્રી ઈરાદાપુર્વક કરતા હતા, તે સામેવાળાને તારી હેસીયત મારા કરતા નીચી છે, તે બતાડવા આવા સસ્તા રસ્તા અપનાવતા હતા, વછરાજાની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા, મંત્રીનું કામ ચાલુ હતું, તેમણે બેલ દબાવી એટલે તરત પટાવાળો અંદર આવ્યો મંત્રી ઉપર જોયા વગર જ કહ્યું ‘ચા’ પટાવાળો ગયો અને તરત ચા લઈ આવ્યો, જો કે ચા આવતા મંત્રીએ કપ હાથમાં લીધો અને ચા પીવાની શરૂઆત કરી, તેમણે વછરાજાને ચા પીસો તેવું પુછયુ પણ નહીં, વછરાજાની ઉત્સુક હતા કે કયારે મંત્રીને એન્કાઉન્ટર અંગે વાત કરુ, પણ જાણે મંત્રીને તેનું મહત્વ જ ના હોય તેવો તે દેખાવ કરી રહ્યા હતા. મંત્રી મોટા ભાગે સફેદ લેંઘો-ઝભ્ભો જ પહેરતા હતા, ઓછી હાઈટ અને વચ્ચેથી વાળ જતા રહ્યા હતા, તેમનું કદાવર પેટ જાણે ઝભ્ભો ફાડી બહાર નિકળવાનો પ્રયત્ન કરતુ હોય તેવું લાગતુ હતું. ચેમ્બરમાં મંત્રીનો રાષ્ટ્રીય નેતા સાથે મોટો ફોટો હતો, તે જોઈને લાગતુ કે રાષ્ટ્રીય નેતા સાથે કોઈ ડોનનો ફોટો હોય, જો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકારણમાં ડોનની અનિવાર્યતા વધી ગઈ હતી.
આગળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-4
No comments:
Post a Comment