પ્રશાંત દયાળ (ભાગ-29): શરીફખાન પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે તેવી જાણકારી અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને મળતા ક્રાઈમ બ્રાન્ચ સહિતના તમામ અધિકારીઓ મીરઝાપુર વિસ્તારમાં દોડી આવ્યાં. હજી તેને ભાગી છુટી કલાક જ થયો હતો એટલે તે દુર નિકળી જવાની સંભવાના બહુ ઓછી હતી. પોલીસે શાહપુર, કાલુપુર અને દરિયાપુરના અનેક ઘર અને ઓફિસોમાં દરોડા પાડવાની શરૂઆત કરી પણ તેનો ક્યાંય પત્તો ન્હોતો. શરીફને મદદ કરી શકે તેવા માણસોને પણ ઉપાડી થર્ડ ડીગ્રી આપી પણ ખરેખર તેઓ પણ કંઈ જાણતા ન્હોતા.
જે પોલીસવાળાએ શરીફ માટે વિનંતી કરી તેને ફોન કરવાની વ્યવસ્થા કરાવી હતી તેને પણ ઉપાડી લાવ્યા. જો કે છતાં આખી ઘટનાનો કોઈ તાળો મળતો ન્હોતો. પણ શરીફખાને જે પીસીઓ ઉપરથી ફોન કર્યો અને તે ફરાર થયો તે આખી ઘટના પુર્વયોજીત હોવાનું સ્પષ્ટ થતુ હતું. કારણ તે દુકાનને બે દરવાજા અને એક પાછળની તરફ ખુલે છે તે વાત શરીફને લઈ આવનાર પોલીસવાળા જાણતા ન્હોતા પણ શરીફને કઈ રીતે દુકાનની ભુગોળની ખબર પડી હતી તે મહત્વનો પ્રશ્ન હતો. તેનો અર્થ શરીફ દુકાનના જે પાછળના દરવાજે ગયો ત્યાં પહેલાથી તેને લેવા માટે કોઈ હાજર હતું, પણ તે કોણ હતું અને તે શરીફને ક્યા લઈ ગયા તેની તપાસ ચાલી રહી હતી.
હજી થોડા મહિના પહેલા દરિયાપુરમાં કોઈ ઘુસી શકતુ ન્હોતુ ત્યાં ઘુસવાની હિમંત ડીસીપી ગીથા જોહરીએ કરી હતી. તે ઓપરેશન દરમિયાન તેમની અને તેમના ઓફિસર માર્યા જવાની પણ પુરી શક્યતા હતી. આટલી મહેનત પછી પકડાયેલો શરીફ આટલી સહેલાઈથી પોલીસની બેદરકારી કહો અથવા નાનકડી લાલચ કહો તેના કારણે ભાગી છુટવામાં સફળ રહ્યો તે બધા જ માટે શરમજનક વાત હતી.
પહેલા તો ખુદ ગીથા જોહરી અને તેમનો સ્ટાફ પણ શરીફને શોધવા માટે દોડી રહ્યો હતો. એક તરફ ગુસ્સો અને થાક બંન્ને ભેગા હતા. થાકીને ગીથા જોહરી પોતાની ઓફિસમાં પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યુ શરીફના જાપ્તામાં જે પોલીસવાળા હતા તે તમામને લઈ આવો, હવે એક માત્ર રસ્તો અને સંભાવના એવી હતી કે કદાચ આ પોલીસ ટીમમાં કોઈ સામેલ હોય અને શરીફને ભાગવામાં મદદ કરી હોય. જોહરીએ મનોમન નક્કી કરી લીધુ હતું પોલીસવાળા આવે એટલે તેઓ પોલીસવાળા છે તે ભુલી જઈ એક ગુનેગાર સાથે પોલીસ વ્યવહાર કરે તેવો જ વ્યવહાર કરવો પણ શરીફને કોઈ પણ ભોગે ફરી પકડવો છે. જોહરીનો સ્ટાફ મેડમનો ચહેરો જોઈ સમજી ગયો હતો કે આજે પોલીસવાળા પણ માર ખાવાના છે. જેવા જાપ્તામાં રહેલા પોલીસવાળાને લઈ ચેમ્બરમાં દાખલ થયા તેની સાથે જોહરી ટેબલ ઉપર પડેલી સ્વેગર સ્ટીક ઉપાડી અને પોલીસવાળાના ચહેરાઓ જોયા. પણ જેવી નજર પોલીસ સબઈન્સપેક્ટર તરફ પડી અને તેમના મોંઢામાંથી શબ્દ સરી પડ્યા દાદા આપને ઐસા કિયા.. આટલુ બોલતા જોહરીની આંખમાં આંસુ સરી પડ્યા અને તેઓ પાછા પોતાની ખુરશીમાં બેસી ગયા.
સબઈન્સપેક્ટર પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં, તેણે બે હાથ જોડી કહ્યુ મેડમ સચ બોલતા હું, મેને અપને લોગો પે ભરોસા કિયા વહી મેરી ગલતી હૈ. ત્યાં હાજર અન્ય પોલીસવાળા અને ડીસીપી ઓફિસના સ્ટાફને ખબર જ પડી નહીં કે ડીસીપી જોહરી જે પોલીસવાળાની ધોલાઈ કરવાના હતાં પણ તે સબઈન્સપેક્ટરને જોઈ કેમ લાગણીશીલ થઈ ગયા? તેની પાછળનું કારણ એવુ હતું કે ડીસીપી ગીથા જોહરી આઈપીએસ થઈ ગુજરાત આવ્યા ત્યારે પોલીસ એકેડમીમાં આ સબઈન્સપેક્ટર મેડમના ઇન્સ્ટ્રક્ટર હતા અને મેડમ આઈપીએસ હોવા છતાં કોન્સ્ટેબલમાંથી સબઈન્સપેક્ટર સુધી પહોંચેલા ઇન્સ્ટ્રક્ટરને મહેનત અને તેમની પ્રમાણિકતાને કારણે ખુબ માનની નજરે જોતા હતા. મેડમ જોહરીને એટલી તો ખબર પડી કે હતી શરીફની ભાગી છુટવાની ઘટના ગંભીર હતી પણ જાપ્તા પાર્ટીના સબઈન્સપેક્ટરનો કોઈ મલીન ઈરાદો ન્હોતો. છતાં બેદરકારી પણ કેટલી ગંભીર પુરવાર થવાની હતી તેની તેમને ખબર હતી.
શરીફને શોધવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યા પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. મહિનાઓ પછી પોલીસને જાણકારી મળી કે શરીફખાન પાકિસ્તાન પહોંચી ગયો છે. જે આજે પણ ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ છે અને તેના નામની રેડ કોર્નર નોટીસ પણ નિકળેલી છે. આ ઘટના પછી અમદાવાદ પોલીસે ગૃહ વિભાગને પત્ર લખ્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે લતીફ ગેંગના કોઈ પણ સભ્યને હવે જેલમાંથી કોર્ટની મુદતે લાવવા નહી પણ કોર્ટ હવે સાબરમતી જેલમાં જશે. ગૃહ વિભાગે ક્રિમીનલ પ્રોસીઝર કોડની 268ની કલમ લતીફના ગેગસ્ટર ઉપર લગાવી દીધી હતી જેના કારણે હવે તેઓને જેલની બહાર આવી શકાતા ન્હોતા.
Latif Series Part 29 - http://www.meranews.com/news-detail/Latif-series-Geetha-Johri-was-angry-took-stick-in-hand
No comments:
Post a Comment