પ્રશાંત દયાળ (ભાગ-40): શંકરસિંહ ચુંટણી જીતી ગયા હતા, પણ હજી કપરા ચઢાણ બાકી હતા, ગુજરાત પ્રદેશ સી ડી પટેલ પોતાને પસંદ કરતા નથી, તે વાત જાણતા બાપુ જાહેરમાં અને ખાનગીમાં સી ડી પટેલ અને કોંગ્રેસ અંગે બેફામ બોલવા લાગ્યા હતા, તે બધી વાત સી ડી પટેલ સુધી પહોંચતી હતી, કોંગ્રેસના ટેકાથી સરકાર ચાલતી હોવા છતાં, જે રીતે સરકાર ચાલી રહી હતી, તેના કારણે ચોક્કસ કોંગ્રેસને બદનામી મળવાનો ડર હતો, ચીમનભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી જેવું મોટું પદ છોડવાની હિમંત કરી સરકાર છોડી દેનાર સી ડી પટેલને શંકરસિંહની કાર્ય પ્રણાલી જરા પણ પસંદ આવે તેવી ન્હોતી, તેઓ સ્પષ્ટ મત હતા કે શંકરસિંહને સરકાર પડી જતી હોય તો ભલે પડે પણ તેમને ટેકો આપવામાં કોંગ્રેસને નુકશાન છે.
તે જ ગાળામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરી અમદાવાદની એક દિવસ મુલાકાતે આવેલા, અમદાવાદના ફુટબોલ ગ્રાઉન્ડ ઉપર એક જાહેરસભા હતી, તેમાં શંકરસિંહ વાધેલાને પણ આમંત્રણ હતું, સભામાં જયારે બાપુ ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમણે એક વાકય કહ્યું સરકાર જતી હોય તો જુતે મારે.. બાપુનો ઈશારો સી ડી પટેલ સામે હતો, તે સાંજે મારે સી ડી પટેલને મળવાનું થયુ હતું, તેમણે બાપુના આ વાકય સામે ભારે નારાજગી વ્યકત કરી હતી તેમણે મને કહ્યું સરકાર તો કાયમ મા-બાપની ભુમિકામાં હોય છે, અને કોઈ તેને જુતા મારવાની વાત કેવી રીતે કરે, સામાન્ય લારીવાળો પણ પોતાના ધંધો શરૂ કરતા પહેલા પોતાની લારીને બે વખત પગે લાગે છે અને આ માણસ(બાપુ) સરકારને જુતે મારી કહે છે. મને આ વાત જરા પણ મંજુર નથી. મેં હાઈકમાન્ડ સાથે વાત કરી છે, કોઈક નિર્ણય તો લેવો પડશે.
બીજી તરફ શંકરસિંહના ખાસ એવા સગીરઅહમદે લતીફને પૈસા આપવાની ના તો પાડી દીધી હતી, પણ તેને મનમાં અંદરથી ફફડાટ રહેતો હતો, એક દિવસ તે કોઈ કામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં આવ્યો, ઓફિસમાં દાખલ છતાં જમણા હાથે લાકડાની ગાયકવાડ સમયની સીડી દ્વારા પહેલા માળે પહોંચ્યો એટલે ડાબી તરફ ઈન્સપેકટર તરૂણ બારોટની નળીયાવાળી ચેમ્બર હતી, સગીરને જોતા તરૂણ બારોટે અરે સગીર આજે અહિયા કયાંથી? તેમ કહ્યુ તરૂણ બારોટની એખ સ્ટાઈલ હતી, ટપોરી અને ગુંડો કેટલો પણ પૈસાપાત્ર અને રાજકિય વગ ધરાવતો હોય તેને નામથી અને તુકારો આપી જ બોલાવે, સગીરે પણ કહ્યુ ના અમસ્તો જ આવ્યો હતો.
સામાન્ય વાતચીત દરમિયાન તરૂણ બારોટે, સગીરને લતીફ વિશે પુછયું બારોટ જાણતા હતા કે સગીરના સંબંધો લતીફ સાથે ખુબ નજીકના છે, પણ બારોટનો પ્રશ્ન સાંભળતા સગીરનો ચહેરો પડી ગયો, તે આ અંગે વાત કરવા માગતો ન્હોતો, સગીરનો ચહેરો જોઈ સમજી ગયેલા બારોટે પુછયુ સગીર કંઈ ચિંતામાં છે? પછી બારોટે પોતાના છાતી ઉપર હાથ મુકતા કહ્યુ સગીર ચિંતા કરતો નહીં હું બેઠો છું. આ વાકય સાંભળતા સગીરની આંખોમાં વિશ્વાસ ઝળકયો, તેણે કહ્યું બારોટ સાહેબ શું વાત કરૂ, હવે તો લતીફ અમારા જેવા વેપારીઓ પાસે પણ પૈસા માંગવા લાગ્યો છે. બારોટ થોડા સચેત થયા, તેઓ પોતાની ખુરશીમાંથી થોડા આગળ આવ્યા અને ટેબલ ઉપર બંન્ને કોણીઓ ગોઠવી સગીરને સાંભળવા લાગ્યા, સગીરે પહેલાથી જે કઈ બન્યું તે બધુ પ્રમાણિકપણે તરૂણ બારોટને કહ્યું. તરૂણ બારોટ કઈક વિચારવા લાગ્યા, અંદરથી ગુસ્સો પણ આવી રહ્યો હતો કે લતીફ જેલમાં બેસીને પણ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો છે, અને પોલીસ લાચાર બની બધુ જોયા જ કરે છે.
અચાનક તરૂણ બારોટ પોતાની ખુરશીમાંથી ઊભા થયા, અને પોતાના કોન્સટેબલ નિઝામને બુમ પાડી બોલાવ્યો અને કહ્યું સગીર અને મારા માટે કોફી મંગાવ, મારે સાહેબનું એક કામ છે, પાંચ મિનીટમાં આવ્યો, બારોટ જતા કોન્સટેબલ નિઝામ, જે તરૂણ બારોટનો વિશ્વાસુ હતો તે સગીર સાથે વાત કરવા લાગ્યો, તરૂણ બારોટ સીધા અને ઉતાવળે ડીસીપી એ કે સુરોલીયાની ચેમ્બરમાં ગયા, સુરોલીયા તેમની સ્ટાઈલમાં એકદમ ધીમે પોતાની ગરદન ઊંચી કરી બારોટ સામે જોયું, બારોટે ડીસીપી સુરોલીયાના સગીરે જે પણ કંઈ કહ્યુ હતું, તે બધુ જ કહી દીધુ. સુરોલીયાએ પોતાની આંખો બંધ કરી, થોડીવાર સુધી ચેમ્બરમાં શાંતિ છવાઈ, પછી આંખો ખોલતા જ તેઓ પણ ઊભા થયા અને કહ્યું ચલો જોઈન્ટ પોલીસ કમિશનર સે બાત કર લેતે હે, સુરોલીયાની ચેમ્બરમાંથી બહાર નિકળી, બારોટ અને સુરોલીયા પહેલા માળે આવેલી જેસીપી બી જે ગઢવીની ચેમ્બરમાં આવ્યા.
મુળ ઈન્ડીયન આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ ઈન્ડીયન પોલીસ સર્વિસમાં જોડાયેલા જોઈન્ટ કમિશનર બી જે ગઢવીએ સુરોલીયાને જોતા તેમના પહેલા જ નામથી સંબોધતા કહ્યું અરે આવ અનુપમ, એ કે સુરોલીયા સલામ કરી જેસીપી સામે બેઠા, જેસીપી ગઢવીએ બારોટ સામે જોતા તેમણે પણ જેસીપીને સલામ કરી, બંન્ને સાથે આવ્યા છે, એટલે કોઈક કામ છે તેવું સમજી ગયેલા બી જે ગઢવીએ કહ્યું બોલો અનુપમ શું હતું, સુરોલીયાએ બારોટ તરફ ઈશારો કરતા કહ્યુ સર તરૂણ કુછ બાત લેકે આયા હૈ, કયાં કરના ચાહીયે, આપ બતાઓ, ગઢવીનો સમગ્ર વાતથી સંપુર્ણ અજાણ હતા, એટલે બારોટે ફરી સગીરની વાત માંડીને કરી હતી, વાત પુરી થતાં ગઢવીએ સુરોલીયાની સામે જોયું અને પુછયુ કયા ચાહતે હો. મગજ ઉપર એકદમ બરફ રાખીને બેઠેલા સુરોલીયાએ કહ્યું અગર સગીર સચ બોલતાએ તો ઉસકા એક અરજી લે લેના ચાહીયે, ગઢવીના ચહેરા ઉપર આછુ સ્મીત આવ્યું, જો કે ચેમ્બરમાં હાજર બારોટ સમજી શકયા નહીં, પણ ગઢવી અને સુરોલીયા વચ્ચે બોલ્યા વગર થયેલા સંવાદો તેઓ બંન્ને સમજી ગયા હતા.
તરૂણ બારોટ વિચારમાં પડી ગયા, એટલે ગઢવીએ તેમને દેશી સ્ટાઈલમાં કહ્યુ તરૂણ સગીરને સમજાવી તેની એક અરજી લઈ લે, અને જો તેને ડર લાગતો હોય તો તેને એક પીસીઓ(પર્સનલ સીકયુરીટી ઓફિસર) આપી દે, બારોટને હવે વાતમાં કઈક દમ લાગ્યો તે સલામ કરી પોતાની ચેમ્બર તરફ જવા રવાના થયા કારણ હવે સગીરઅહેમદની અરજી લખાવવાની હતી.
Latif Series Part 40 - http://www.meranews.com/news-detail/Latif-Series-Suroliya-told-JCP-Gadhvi-Sir-Tarun-Barot-has-some-information
No comments:
Post a Comment