Adv

G Adv

Monday, 10 April 2017

નિઝામ બેટા અબ જમાના તુજે જીને ભી નહીં દેગા ઓર મરને ભી નહીં દેગા

Shatranj Political Encounters Unveiled Part 19





















પ્રશાંત દયાળ (શતરંજઃ પ્રકરણ-19): નિઝામ સત્તર વર્ષનો થયો ત્યાં સુધી સારો મીકેનીક બની ગયો હતો. ગમે તેવી કાર તે રીપેર કરવા લાગ્યો હતો. પાંચ રૂપિયા પગારથી નોકરીની શરૂઆત કરી હતી, પણ હવે તેનો પગાર પંદરસો રૂપિયા થઈ  ગયો હતો. પહેલા કરતા તેનો ગુસ્સો ઓછો થયો હતો, પણ ગુસ્સો આવે ત્યારે શું કરી શકે બેસે તેની તેને જ ખબર પડતી ન્હોતી. બપોરનો સમય હતો, તે દિવસે તે રોજ પ્રમાણે કારનું રીપેરીંગ કરી રહ્યો હતો. તે જ વખતે તેનો એક પડોશી દોડતો દોડતો કહેવા આવ્યો કે રામને કોઈ મારી રહ્યું છે, રામ તેને જીગરજાન દોસ્ત હતો, રામને કોઈ મારી રહ્યું છે, તેવું સાંભળતા જ તેના હાથમાં જે ડીસમીસ હતું તે લઈ દોડયો, તેને શેઠે રોકાઈ જવા માટે બુમ પણ પાડી પણ તે રોકાયા નહીં, ગામની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચાર છોકરાઓ રામને લાકડી લાકડી મારી રહ્યા હતા. રામ જમીન ઉપર પડયો હતો, તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું છતાં પેલા તેને નિર્દયતાપુર્વક મારી રહ્યા હતા. તેણે દુર જ ત્રાડ પાડી પેલા મારી રહેલા છોકરાએ નિઝામને જોતા ત્યાંથી ભાગ્યા પણ જમીન ઉપર પડેલા રામે ભાગી રહેલા એક છોકરાનો પગ પકડી લીધો. તે તેના હાથમાંથી છુટે તે પહેલા રામ ત્યાં પહોંચી ગયો, રામ કઈ સમજે તે પહેલા તો ગુસ્સામાં લાલચોળ થયેલા નિઝામે પોતાના હાથમાં રહેલા ડીસમીસના એક પછી એક પેલા છોકરાના પેટમાં મારવાની શરૂઆત કરી, પેલા છોકરાના પેટમાં જાણે લોહીનો નળ મુકયો હોય તેમ તેનું લોહી નીચે પડેલા રામ ઉપર પડવા લાગ્યું, રામ લોહીથી લથપથ થઈ ગયો, અને પેલો છોકરો પણ ત્યાં જ ઢળી પડયો. 

વધુ વાંચવા માટે લિંક પર ક્લિક કરો - http://www.meranews.com/news-detail/shatranj-political-encounters-unveiled-part-19

No comments:

Post a Comment