પ્રશાંત દયાળ(અમદાવાદ): વડોદરા પાસે આવેલા સોખડા સ્વામીનારાયણ મંદિરના સાધુ સુગ્નેય દ્વારા કેનેડાના ટોરેન્ટો મંદિરમાં કરવામાં આવેલા બળાત્કાર બાદ જયારે મામલો સોખડા મંદિરના મહંત હરિપ્રસાદ સ્વામી સામે પહોંચ્યો હતો ત્યારે તેમણે સાધુ સામે પગલા ભરવાને બદલે તેનો બચાવ કરતા કહ્યું હતું કે સુગ્નેય સ્વામીને પશ્ચાતાપ કરવાનું કહેવામાં આવ્યું છે, તે પોતાના કૃત્ય માટે એક હજાર માળા અને એક ઉપવાસ કરશે એટલે તેનો બળાત્કારનો ગુનો માફ થઈ જશે. આ હકિકત પીડીતાએ મંદિરને આપેલી નોટિસમાં બહાર આવી છે.
પીડીતાનો આરોપ છે કે ટોરેન્ટો મંદિરના પ્રમુખ જનક શાહને પણ સુગ્નેય સ્વામી અંગે ફરિયાદ કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નહીં, ત્યારે પીડીતા યુવતીના સંબંધીઓ આ મામલો સોખડા મંદિરમાં હરિપ્રસાદ સ્વામી સામે લઈ ગયા હતા, પણ હરિપ્રસાદનો જવાબ સાંભળી તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા, હરિપ્રસાદે પણ સુગ્નેયનો બચાવ કરતા કહ્યું કે તેને પશ્ચાતાપ કરવાનું કહેવામાં આવ્યું છે, તેમજ જો આ મામલે સુગ્નેય સ્વામી સામે કોઈ પગલા ભરવામાં આવે તો મંદિર બદનામ થશે તેથી તેને કાઢી મુકી શકાય તેમ નથી.
હરિપ્રસાદ સ્વામીએ એવી પણ સલાહ આપી હતી કે પીડીતાને કોઈ પણ સ્વામીનારાયણ સત્સંગી સાથે પરણાવી દેવામાં આવે તો મામલો ઘર મેળે જ પુરો થઈ જશે. અત્રે ઉલ્લેખનિય છે કે ટોરેન્ટોમાં માનસીક રીતે અસ્વસ્થ યુવતીઓ ઉપર સોખડા મંદિરના સ્વામીએ સુગ્નેય દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, આ અંગે ટોરેન્ટો પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. જેની તપાસ હાલમાં ટોરેન્ટો પોલીસ ચલાવી રહી છે.
http://www.meranews.com/news-detail/Sokhda-Swaminarayana-temple-Hariprashad-swami-says-do-one-thousand-beads-and-one-fast-and-your-rape-offence-will-forgive
No comments:
Post a Comment